કરીના કપૂરે 42-માં જન્મ દિવસ ની કરી શાનદાર ઉજવણી. બહેન કરિશ્મા કપૂરે નાનપણ નો ફોટો શેર કરી આપી શુભકામના, જુઓ તસ્વીર.
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન કોઈને કોઈ બાબતે ચર્ચા નો વિષય બનતી જ હોય છે. કરીના કપૂર એ અભિનેતા સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ બંનેનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે પસાર થઈ રહ્યું છે. બંનેને બે પુત્ર જહાંગીર અને તૈમુર છે. હાલમાં કરીના કપૂર નો જન્મદિવસ હોય 21 તારીખના રોજ કરીના કપૂર એ પોતાનો 42 મો જન્મદિવસ ખૂબ જ ધૂમધામ થી ઉજવ્યો હતો.
અને બોલીવુડના મહાન સિતારાઓએ શુભકામના પાઠવી હતી. અને કરીના કપૂરને ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયા મારફતે જન્મદિવસની ખૂબ જ મોટી શુભકામનાઓ પાઠવી હતી. કરીના કપૂરને પરિવારને વાત કરવામાં આવે તો તેની બહેન કરિશ્મા કપૂર, માસી નીતુ કપૂર અને કરીના કપૂર ખાનની ભાભી આલિયા ભટ્ટ પણ કરીના કપૂરને ખૂબ જ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથ બોલીવુડને અભિનેત્રી મલાઈકા અરોરા અને અમૃતા અરોરા એ પણ શુભકામનાઓ પાઠવી હતી.
જેમાં કરીના કપૂર ની બહેન કરિશ્મા કપૂર એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંને બહેનોના નાનપણનો એક ફોટો શેર કરીને પોતાના જન્મદિવસની ખૂબ જ સારી શુભકામનાઓ પાઠવી હતી. અને કેપ્શન માં લખ્યું હતું કે મારી સૌથી પ્રિય અને નજીકની દોસ્ત ને જન્મદિવસની ખૂબ જ શુભકામનાઓ. સાથોસાથ કરીના ની માસી નીતુ કપૂરે પણ પોતાના instagram એકાઉન્ટ પર ફોટો શેર કરીને શુભકામનાઓ પાઠવી હતી.
સાથે કરીના કપૂરની ભાભી આલિયા ભટ્ટે પણ કરીના કપૂર નો ફોટો શેર કરીને શુભકામનાઓ પાઠવી. આમ ઘણા બધા સિતારાઓએ શુભકામનાઓ પાઠવીને કરીના કપૂરના જન્મદિવસની યાદગાર બનાવ્યો હતો. આ દિવસને યાદગાર બનાવવા માટે કરીના કપૂર એ જન્મદિવસની ઉજવણી માટે એક સુંદર કેક કટીંગ પણ કર્યું હતું. જેના ફોટા તેની બહેન કરિશ્મા પોતાના instagram એકાઉન્ટ પર શેર કરેલા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!