અઠવાડિયા પહેલા વડાપ્રધાને જે ટ્રેન ને લીલીઝંડી આપી તેની સામે આવી ગયું ભેંસો નું ટોળું એન્જીન ના બોલ્યા ભુકેભૂકા, જુઓ ફોટા.
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. રોડ રસ્તા ઉપર બે કારો, બાઈક અથવા કાર અથવા તો બાઈક અથવા ટ્રક વચ્ચે અથડામણની ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક રોડ રસ્તાઓ ઉપર અનેક રખડતા ઢોરો આવી જતા અકસ્માતો થતા હોય છે અને લોકો મોતને પણ ભેટતા હોય છે.
પરંતુ હાલ એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં એક ભેસોનું ટોળું એક ટ્રેનની વચ્ચે આવી ગયું હતું. જેના કારણે ટ્રેન ને 20 મિનિટ સુધી રોકવી પડે હતી. આ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બર ના રોજ લીલી ઝંડી આપી હતી. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગુજરાતના ગાંધીનગર થી મુંબઈ સુધી ચાલનારી આ ટ્રેન છે.
પરંતુ આ ટ્રેન જ્યારે બટવા અને મણીનગર સ્ટેશનનો વચ્ચે ચાલતી હતી ત્યારે કોઈ વિસ્તારમાં ટ્રેનની સામે અચાનક ભેસો નો ટોળું આવી ગયું હતું અને ટ્રેનના એન્જિન સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેના એન્જિનનો થોડો ભાગ નો ભૂકો બોલી ગયો હતો અને ત્યારબાદ રેલ્વે કર્મચારીઓએ તેને રિપેર કરવામાં આવ્યું હતું. સદ નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
આમ હજુ થોડા દિવસો પહેલા જ નરેન્દ્રભાઈ મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી અને ત્યાં જ આ અકસ્માતની ઘટતા બનતા ભારતમાં ભારે ચર્ચાનો વિષય જોવા મળે છે. વંદે ભારત ટ્રેન એક્સપ્રેસની વાત કરવામાં આવે તો આ ભારતની પ્રથમ અર્થ હાઈ સ્પીડ ટ્રેન છે. જે વિશ્વ કક્ષાની પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે. વંદે ભારત એક્સપ્રેસ ગુજરાતની રાજધાની ગાંધીનગર અને મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે અઠવાડિયામાં છ દિવસ ચલાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર માથી ટ્રેનની મુસાફરી કરી હતી. આ ટ્રેનની મહત્તમ ઝડપની વાત કરવામાં આવે તો તેની મહત્તમ ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ સમગ્ર અકસ્માતની ઘટના સામે આવતા ભારે ચર્ચાનો વિષય થવા પામી છે. જેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર ભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા વિઝન ને ધ્યાનમાં રાખીને આ વંદે ભારત એક્સપ્રેસ બનાવવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!