ગુજરાત આમ આદમી પાર્ટી ના નેતા ગોપાલ ઈટાલીયા ના ઘરે થયો દીકરી નો જન્મ, ફોટો શેર કરી ગોપાલ ઈટાલીયા એ લખ્યું કે,
હાલ આપણા ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ ખૂબ જામેલો છે. દરેક પાર્ટીઓ પોતાને એડિ ચોટીનું જોર લગાવી રહ્યું છે અને ગુજરાત પર સત્તા કરવા માટે એક પછી એક કાર્યક્રમો આપી રહ્યા છે. એવામાં આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીમાં શાસન કરી રહેલા અરવિંદ કેજરીવાલ એટલે કે તેમનો આમ આદમી પાર્ટીનો પક્ષ ગુજરાતમાં પગ પેસારો કરવા માટે ખૂબ જ જોર કરી રહ્યા છે.
એવા માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખૂબ જ વાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે જો કોઈ ગુજરાતના નેતાનું ખૂબ નજીકનું નામ જોડાયેલું હોય તો તે ગોપાલ ઇટાલીયા. ગોપાલ ઇટાલીયા ઘણા બધા એવા સમાચારોમાં આવતો જ રહે છે. થોડા દિવસો પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની માતા પ્રત્યે અભદ્રજનક ટીપણીઓ કરવા બાબતે દિલ્હી પોલીસે તેની અટકાયત કરી હતી પરંતુ ત્યારબાદ તેને થોડી જ કલાકોમાં છોડી મૂકવામાં આવ્યા હતા.
પરંતુ આજના દિવસમાં ગોપાલ ઇટાલીયા ચર્ચાનો વિષય છે પરંતુ તે રાજકારણ ને લઇ નહીં પરંતુ અંગત કારણોસર જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલીયાના ઘરે દીકરી નો જન્મ થયો છે. આ બાબતે ગોપાલ ઇટાલીયા એ પોતાની દીકરી સાથેની તસવીર શેર કરતાં લખ્યું કે કાલે ખોડીયાર માતાજી અને ઉમિયા માતાજીના દર્શન કર્યા બાદ રાત્રે મને માતા ના આશીર્વાદ મળ્યા અને મારા ઘરે લક્ષ્મીજી સ્વરૂપ દીકરીનો જન્મ થયો.
પ્રેમાળ દીકરીનું આ ખૂબસૂરત દુનિયામાં અને મારા પરિવારમાં સ્વાગત છે. દીકરીને બધાના આશીર્વાદ મળે એ જ પ્રાર્થના. આમ ગોપાલ ઇટાલીયા હવે એક દીકરીનો પિતા બની ગયો છે. ગોપાલ ઇટાલીયા ને આમ આદમી પાર્ટીમાં ખૂબ જ મોટું નામ ગણવામાં આવે છે અને તે ગુજરાત ઉપર જીત મેળવવા માટે જોર લગાવી રહ્યા છે. આમ હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કઈ પાર્ટીનું ગુજરાત ઉપર સત્તા સ્થાપવામાં સફળ રહી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!