ગર્ભવતી મહિલા પોલીસ અધિકારી ના સહકર્મચારી બન્યા માતા અને ભાઈ-બહેન થાણે માં જ કર્યો બેબી શાવર નો કાર્યક્રમ, જુઓ તસ્વીર.
આપણા સમાજમાં કેટલાક લોકો એવા હોય છે કે જેનું સપનું એવું હોય છે કે કાં તો તે ભારતીય સેનામાં જોડાઈ ને ભારતીય સીમા ઉપર દેશની રક્ષા કરે અને બીજું સપનું હોય છે કે ખાખી વર્દી પહેરીને દેશની અંદર રહેલા સમાજની સેવા કરે. પરંતુ આ બંને કામ એવા છે કે જેમાં ઘર પરિવારને થોડાક સમય માટે છોડવું પડે છે અને પોતાના સાથીદારોને પોતાના પરિવાર ના સભ્યો માનવા પડતા હોય છે.
એવી જ એક ઘટના ભોપાલના પોલીસ સ્ટેશનમાંથી સામે આવી છે. જેમાં પોલીસ સ્ટેશનમાં ફરજ પરના અધિકારી મહિલા અને આઠ મહિના ના ગર્ભવતી હોય તેના બેબી શાવરનો કાર્યક્રમ પોલીસ સ્ટેશનની અંદર જ રાખવામાં આવ્યો હતો અને તેના સહકર્મીઓ તેના સગા સંબંધીઓ એ તેના ભાઈ બહેન તરીકેની ફરજ અદા કરી હતી.
વધુ વિગતે જાણીએ તો ભોપાલના પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ અધિકારી કરિશ્મા રાજાવત ની બેબી શાવરનો કાર્યક્રમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો હતો. 8 મહિનાની ગર્ભવતી અધિકારી મહિલા ગર્ભવતી હોવાના લીધે તેને રજાઓ માટે એપ્લિકેશન આપી હતી અને તેની રજા તેના ઉપરી અધિકારી અંજના ધુર્વે એ મંજૂર પણ કરી હતી.
પરંતુ તે રજા ઉપર જાય તે પહેલા તેને પોલીસ સ્ટેશનમાં બેબી સાવર નો કાર્યક્રમ રાખ્યો હતો અને પોતાના સહ કર્મચારીઓ સાથે આ કાર્યક્રમ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં તેના ઉપરી અધિકારી ટી આઈ અંજના ધુર્વે એ તેની માત તરીકેની ફરજ અદા કરી હતી તો આરક્ષક પ્રદીપ શર્મા એએસઆઇ ગર્ભવતી મહિલાના ભાઈ તરીકેની ફરજ અદા કરી હતી.
તો સ્ટાફમાં સામેલ 25 મહિલા કર્મચારીઓ એ બહેન અને મિત્રોની ફરજ અદા કરી હતી. આમ આખું પોલીસ સ્ટેશનમાં ધૂમધામ પૂર્વક આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ બાબત ના ફોટા ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે અને લોકો આ ફોટો જોઈને ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમ વાત સાંભળીને આપણને પણ ખૂબ જ ગર્વ થતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!