શું તમે ક્યારેય ચિમ્પાન્જી ને પીઝા ડિલિવરી લેતો જોયો છે? પેન્ટ-ટીશર્ટ સાથે ચિમ્પાન્જી એ લીધી પિઝા ની ડિલિવરી, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર આપણને રોજબરોજ કોમેડી થી ભરપૂર એવા અનેક વીડિયો જોવા મળતા હોય છે. ક્યારેક ક્યારેક માણસના તો કોમેડી વિડિયો આપણને જોવા મળતા જ હોય છે પરંતુ ક્યારેક આપણને જંગલી પશુ પ્રાણીઓના વિડિયો પણ જોવા મળતા હોય છે કે જેને જોઈને આપણે આપણુ હસવું રોકી શકતા હોતા નથી. એવો જ એક વીડિયો ફરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક પીઝા ડીલીવરી બોય કે જે એક ઘરે પીઝા ડિલિવરી કરવા જાય છે ત્યારે માણસની બદલે એક ચિમ્પાન્ઝી પીઝા ની ડિલિવરી લેતો જોવા મળે છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક પીઝા ડીલેવરી કરતો બોય પીઝા ડીલેવરી કરવા એક ઘરે આવે છે પહેલા તે પીઝા ને બેગમાંથી કાઢીને પછી ઘરની ઘંટડી વગાડે છે.
Chimpanzee paying for a pizza delivery in Russia 😳 pic.twitter.com/YCvlUUvwZt
— OddIy Terrifying (@OTerrifying) October 3, 2022
એવામાં ઘરનું દરવાજા ખુલતા જ પીઝા ડીલેવરી બોયના ઉડી ગયા હોશ. કારણ કે માણસની બદલે એક ચિમ્પાન્ઝી પીઝા ડીલેવરી લેવા આવેલો જોવા મળે છે. ચિમ્પાન્જી પહેલા પીઝાના પૈસા ડીલેવરી બોય ને આપે છે ત્યારબાદ પીઝા લેતો જોવા મળે છે અને ચિમ્પાન્જી પણ પગમાં જીન્સનું પેન્ટ ઉપર ટીશર્ટ અને બુટ પહેરીને સજી ધજીને જાણે કે તે કોઈ યુવાન હોય તેવી રીતના દેખાતો જોવા મળે છે.
આ વિડીયો જોઈને લોકોના પણ ઉડી ગયા હોંશ. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આમ આ વીડિયોને જોઈને લોકો પણ પોતાનું હસવું રોકી શકતા હોતા નથી. કારણ કે ચિમ્પાન્જી એક યુવાન હોય તેવી રીતના પોતાનો લુક તૈયાર કરીને આવેલો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને બે લાખથી પણ ઉપર લોકોએ જોઈ લીધો છે. આવા વિડિયો લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!