India

એક સમયે ગૌતમ અદાણી ની પત્ની પ્રીતિ અદાણી ને પતિ ગૌતમ અદાણી નું મોઢું પણ પસંદ ના હતું પરંતુ,,વાંચો શું બન્યું.

Spread the love

આપણા ભારતમાં મુખ્ય બે ઉદ્યોગપતિ એવા છે કે જે પોતાના નામનો ડંકો આખા વિશ્વમાં વગાડી રહ્યા છે. એક છે મુકેશ અંબાણી અને બીજો છે ગૌતમ અદાણી. આ બે ઉદ્યોગપતિ ભારતનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે. અંબાણીના પરિવાર વિશે તો લોકો અવનવી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત કરતા હોય છે. પરંતુ અદાણી પરિવાર એવું પરિવાર છે કે જે લાઈમ લાઈટ થી ખૂબ જ દૂર રહે છે.

પરંતુ આજે અમે તમને ગૌતમ અદાણી અને તેની પત્ની પ્રીતિ અદાણીની લવ સ્ટોરી વિશે જણાવીશું. ગૌતમ અદાણી ની સફળતા પર આર એન ભાસ્કર દ્વારા લખાયેલ એક પુસ્તક કે જેનું નામ છે ગૌતમ અદાણી રી ઇમેજીનિંગ બિઝનેસ ઇન ઇન્ડિયા માં ગૌતમ અદાણી ની ખૂબ જ માહિતી આપવામાં આવેલી છે. આ માહિતીમાં ગૌતમ અદાણી અને તેની પત્ની પ્રીતિ અદાણીની લવ સ્ટોરીની પણ માહિતી આપવામાં આવેલી છે.

પુસ્તકના આધારે જાણવા મળ્યું કે ગૌતમ અદાણી ની પત્ની પ્રીતિને પહેલા ગૌતમ અદાણી પસંદ ન હતા. વધુ વિગતે વાત કરીએ તો ગૌતમ અદાણી ની પત્ની પ્રીતિ અદાણી જ્યારે ડેન્ટિસ્ટ નો અભ્યાસ કરી રહી હતી ત્યારે ગૌતમ અદાણી ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. પ્રીતિ અદાણી ના પિતા સેવંતીલાલે તે સમયે પ્રીતિને ગૌતમ અદાણીની તસવીર દેખાડવામાં આવી તે સમયે પ્રીતિએ ગૌતમ અદાણીની તસ્વીર જોવાની ના પાડી દીધી હતી અને તેની સાથે લગ્ન કરવાની પણ ના પાડી હતી.

પરંતુ સેવંતીલાલને ગૌતમ અદાણી માં કંઈક ભવિષ્યને લઇ શક્યતાઓ નજર આવી આથી તેને પોતાની પુત્રી પ્રિતી સાથે થોડી ઘણી સમજાવટ કરી અને ત્યારબાદ તે બંને પ્રીતિ અને ગૌતમ મળવા રાજી થઈ ગયા હતા. પહેલી મુલાકાત પછી બંને લગ્ન કરવા સહમત થયા પરંતુ લગ્ન પછી ગૌતમ અદાણી ખૂબ જ બિઝનેસના કામકાજમાં બિઝી રહેતા હતા. તેના જીવનમાં અઠવાડિયામાં એકાદ દિવસ જ પોતાની પત્ની સાથે વિતાવતા હતા.

પરંતુ વર્ષ 1987માં ગૌતમ અદાણી અને તેની પત્ની પ્રીતિ અદાણી માતા-પિતા બન્યા અને 1987 માં કરણ અદાણી નો જન્મ થયો. કરણ અદાણીના જન્મ થતા ની સાથે અદાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ચૂક્યો હતો. ગૌતમ અદાણી પણ પોતાના પુત્રના જન્મ બાદ બિઝનેસની સાથે પરિવારને પણ પ્રાધાન્ય આપવાનું શરૂ કરી દીધું હતું અને આજે અદાણી પરિવાર એક સુખી જીવન જીવી રહ્યો છે અને પોતાના બિઝનેસને ગૌતમ અદાણીએ ખૂબ જ ટોચ પર પહોંચાડી દીધો છે તેને મુકેશ અંબાણીના પણ બિઝનેસમાં પછાડી દીધા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *