અનોખા લગ્ન ! બે જુડવા બહેનો એ એક જ યુવક સાથે લગ્ન ના લીધા સાત ફેરા યુવક સામે થઇ ફરિયાદ,,જુઓ વિડીયો.
ભારતમાં અત્યારે લગ્નનો માહોલ ખૂબ ધૂમધામ પૂર્વક ચાલી રહ્યો છે. લગ્ન એટલે પોતાના પરિવાર ના વંશવેલાને આગળ ધપાવવા માટેની એક પરંપરા. લગ્નમાં અનેક વિધિઓ કરવામાં આવતી હોય છે અને પરિવારના સભ્યો લગ્નમાં સહભાગી થતા હોય છે. રોજબરોજ સોશિયલ મીડિયા પર પણ અનેક લગ્નના વિડીયો અને કિસ્સાઓ સામે આવે છે.
ક્યારેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને સાંભળીને લોકો ચોકી જતા હોય છે. એવો જ એક લગ્નનો કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે. મુંબઈમાં રહેતી બે જુડવા બહેનો કે જે આઈટી પ્રોફેશનલ સાથે જોડાયેલી છે. તે બંને બહેનોએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કરતા આ કિસ્સો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. વધુ વિગતે વાત કરીએ તો આ વિચિત્ર ઘટના મહારાષ્ટના સોલાપુર જિલ્લામાંથી સામે આવે છે. લગ્નનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ બંને જુડવા બહેનો એક જ વરરાજાને વરમાળા પહેરાવી રહી છે. જાણવા મળ્યું કે આ બંને બહેનો જુડવા બહેનો છે કે જે આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરે છે. જાણવા મળ્યું કે થોડા દિવસ પહેલા બંને બહેનોના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને બંને બહેનો માતા સાથે રહે છે. 36 વર્ષના એક યુવાન સાથે બંને એ લગ્ન કર્યા છે.
Two sisters, both IT professionals, from Mumbai marry same man from Akluj village in Solapur, Maharashtra. pic.twitter.com/xsTAaGhNAt
— Nakshab (@LocalBabaji) December 4, 2022
એક અધિકારીએ જણાવ્યું કે 36 વર્ષીય યુવાનની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કારણ કે આઈપીસી કલમ નંબર 494 મુજબ પતિ કે પત્ની જીવિત હોય ત્યારે ફરીથી લગ્ન કરવા એ એક નોન કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવે છે. આ ગુણ ને આધારે યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આમ આ લગ્નનો વિડીયો લોકો ખૂબ જોઈ રહ્યા છે અને આવા લગ્ન વિશે અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે તેમ બંનેના પરિવારના સભ્યો પણ ખૂબ જ ઉત્સાહિત થયેલા જોવા મળે છે બંને પરિવારના સભ્યોની સહમતિ સાથે આ લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ આ ગુનો બનતો હોય યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!