રેગિસ્તાન માં ઊંટ ની સવારી કરવા જતા ઊંટે મારી એવી ફટકાર કે બંને ને ધોળા દિવસે દેખાઈ ગયા તારા,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અવનવા મનોરંજન વાળા વિડીયો વાયરલ થતા હોય છે. લોકો વેકેશનની મજા માણવા ખાસ કરીને દરિયા કિનારે, ઊંચા ઊંચા પહાડોમાં કે પછી રણ વિસ્તારમાં જતા હોય છે. આપણા ભારતમાં પણ રાજસ્થાનનું રણ અને કચ્છનું રણ ખૂબ જ પ્રખ્યાત રણ છે. લોકો રણમાં વેકેશનની મજા માણવા જાય ત્યારે રણમાં એક પ્રાણી ની સવારી કરવી સૌ કોઈ લોકોને ગમે છે તે પ્રાણી છે ઊંટ.
ઊંટ ની સવારી લોકોને કરવી ખૂબ જ પસંદ હોય છે. ઊંટ એવું પ્રાણી છે કે જે રણ વિસ્તારમાં વગર પાણીએ ખૂબ જ દૂર દૂર સુધીનું અંતર કાપી શકતું હોય છે અને લોકો રેગિસ્તાનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઊંટનો સહારો લેતા હોય છે .પરંતુ ક્યારેક એવા પ્રવાસીઓ હોય છે કે જેને ઊંટ ની સવારી ખૂબ જ ભારે પડી જતી હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે તેમ એક રણ વિસ્તારમાં પ્રવાસીઓમાંથી બે વ્યક્તિઓ ને ઊંટની સવારી ની મજા માણવી હોય છે. આથી ઊંટ રેગિસ્તાનમાં બેસેલ હોય છે ત્યાં ઊંટની ઉપર બંને વ્યક્તિઓ એક પછી એક ચડે છે. ઊંટના માલિક તેને ઊંટ ઉપર ચડવામાં મદદ કરે છે. બંને વ્યક્તિઓ સહેલાઈથી ઊંટ ઉપર બેસી જાય છે.
Oont ki sawaari 🤓🤓🤣😂😂😂
Chadhenge saath saath 😇😇🤣🤣🤣
Watch till the end@susantananda3 @arunbothra @ipsvijrk pic.twitter.com/lKIV925n7x
— Rupin Sharma IPS (@rupin1992) December 5, 2022
પરંતુ જ્યારે ઊંટ ઊભું થાય છે ત્યારે બંને વ્યક્તિનું બેલેન્સ બગડી જાય છે અને બંને વ્યક્તિઓ ઊંટ ઉપરથી માત્ર થોડી જ સેકન્ડોમાં ધડામ કરતાં નીચે પડી જાય છે. આ વીડિયોમાં લોકો ખૂબ જ અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને જોઈને હેરાન થઈ ગયા છે. કારણ કે પહેલી વખત ઊંટની સવારી વ્યક્તિઓને આવો અનુભવ કરાવતી જ હોય છે. લોકો આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!