ધ્રુજાવનારી ઘટના ! પતિ-પત્ની ની અર્થી ગામ માં એકસાથે નીકળી પત્ની નું રોડ અકસ્માત માં થયું મોત તો થોડી વાર માં પતિ,,
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. વડોદરામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેને જોઈને અને સાંભળીને લોકોના હૃદય કંપ ઉઠ્યા છે. પત્નીનો અકસ્માત થતા અકસ્માતની જાણ પતિને થતા પતિને પણ એવો આઘાત લાગ્યો કે તેને હાર્ટ એટેક આવી ગયો અને તે પણ મોતને ભેટ્યા હતા.
વધુ વિગતે વાત કરીએ તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં માણેજા ક્રોસિંગ રાજમાણી સોસાયટીમાં રહેતા 61 વર્ષના સુશીલાબેન અમીન મંગળવારે સવારે છ વાગ્યે મહાદેવ મંદિરના દર્શન કરવા જતા હતા. એ સમયે રોડ ક્રોસ કરતા સમયે એક બાઈક ચાલકે સુશીલા બહેનને ટક્કર મારી અને તેને ગંભીર ઇજાઓ થઈ હતી. સુશીલા બહેનને માથામાં ગંભીર ઇજાઓ તથા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સુશીલા બહેનના પુત્ર અર્પિતભાઈ અમીન સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. થોડા સમય પછી સગા સંબંધીઓને અને પાડોશીઓને જાણ થતા તેઓ ઘરે એકઠા થવા લાગ્યા હતા. સુશીલા બહેનના પતિ વાસુદેવભાઈ અમીન કે જેની ઉંમર 64 વર્ષ હતી. તેમને આ વાતની જાણ થતા તેઓને ઘેરો આઘાત લાગ્યો અને તેઓને હાર્ટ એટેક આવી જતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને તેઓનું પણ ત્યાં મોત નીપજ્યું હતું.
આમ એક સાથે પતિ પત્ની મૃત્યુ પામતા પરિવારના માટે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. દંપતિની અંતિમયાત્રા એક સાથે નીકાળવામાં આવી હતી અને આખું ગામ હિબકે ચડ્યું હતું. પુત્ર અર્પિતભાઈ સાથે ટેલીફોનિક વાત કરતા તેને આખી વાત જણાવી હતી. તેના મૃતક પિતા વાસુદેવભાઈ એબીબી કંપની માંથી નિવૃત થયા હતા. આમ આખી આ ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!