પોપટ થયો તેના માલિક ઉપર ગુસ્સે ! એવું બોલ્યો કે જેને સાંભળી તમે પેટ પકડી હસવા લાગશે કહ્યું કે કોન,,જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક મનોરંજન વાળા વિડીયો વાયરલ થતા હોય છે. આપણે જે પૃથ્વી ઉપર રહ્યા છીએ. ત્યા માત્ર મનુષ્ય જ નથી નાના મોટા પક્ષીઓ, પ્રાણીઓ વગેરે પણ વસવાટ કરે છે. કેટલાક પશુ એવા હોય છે કે જેને આપણા ઘરમાં પાલતુ પ્રાણીઓ તરીકે રાખવામાં આવતા હોય છે અને કેટલાક પક્ષીઓ પણ એવા હોય છે કે જે આપણા ઘરમાં રહેતા હોય છે.
સામાન્ય રીતે આપણા ઘરની આસપાસ કેટલાક લોકો પોપટ ને પાલતુ પક્ષી તરીકે પિંજરામાં રાખીને ઘરમાં રાખતા હોય છે. પોપટ એક એવું પક્ષી છે કે જે મનુષ્યની જેમ બોલી પણ શકે છે અને એવું મીઠું મીઠું બોલે છે કે જેને સાંભળીને આપણે પણ ચકિત રહી જતા હોઈએ છીએ. તેનો અવાજ આપણને ખૂબ જ ગમતો હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક પોપટ એવું બોલે છે કે જેને સાંભળીને તમે મંત્રમુગ્ધ થઈ જશો. વીડિયોમાં જોવા મળે છે તેમ એક વ્યક્તિ સુઈ રહ્યો છે. તે વ્યક્તિના ખભા ઉપર એક પોપટ બેસેલો છે. પોપટ માણસના અવાજમાં એવું બોલે છે કે કોન હોતી હે તું, એટલું બોલીને થોડો ગુસ્સે થાય છે અને પાછું ફરીથી બોલે છે કોન હોતી હે તુ. પોપટ આ કોને કહી રહ્યો છે તે જાણવા મળતું નથી.
कौन होती है तू… 😂🦜❤️ pic.twitter.com/71QIS0Nbx1
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 5, 2022
પરંતુ પોપટનું આ વાક્ય લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. જિંદગી ગુલઝાર હે નામના એકાઉન્ટ ઉપર આ વિડીયો શેર કરવામાં આવેલો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. આવા પોપટના અનેક વીડિયો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે અને પોપટ નો અવાજ પણ આપણા કાનને ખૂબ જ ગમતો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!