India

છોકરી ને બસ માં ચડવાની જગ્યા ન મળતા એવા કરતબો દેખાડ્યા કે જોઈ તમે પેટ પકડી હસવા લાગશે,,જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના થકી રોજબરોજ આપણે મનોરંજનથી ભરપૂર અનેક વિડીયો જોઈ શકીએ છીએ. કેટલાક વિડીયો એવા હોય છે કે જેને જોઈને આપણે આપણુ હસવાનું રોકી શકતા નથી. આપણા ભારતની વસ્તી તો આપણે સૌ જાણીએ જ છીએ ઘણી બધી છે. આપણા ભારતમાં લગભગ એટલી બધી ભીડ હોય છે કે ક્યારેક પગ મુકવાની પણ જગ્યા હોતી નથી.

એવામાં રેલ્વેમાં, બસમાં ખાસ કરીને એટલી બધી ભીડ થતી હોય છે કે જેમાં લોકોને જગ્યા મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ હાલમાં એક બસ સ્ટેશન ઉપર એવો વિડિયો સામે આવ્યો કે જેને જોઈને તમે તમારૂ હસવાનું રોકી શકશો નહીં. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે તેમ એક બસ બસ સ્ટેશનમાં ઉભેલી હોય છે અને થોડીવાર પછી બસ સ્ટેશનમાંથી બહાર નીકળતી હોય છે.

બસમાં જોઈ શકાય છે તેમ ખૂબ જ મોટી માત્રામાં ભીડ એકઠી થયેલી હોય છે. કેટલાક યુવાનો બસના દરવાજા ઉપર માત્ર એક હેન્ડલના સહારે ઉભા હોય છે. એવામાં થાય છે એવું કે એક યુવતી કે જેને બસમાં ચડવાની જગ્યા મળતી હોતી નથી. આથી યુવતી બસની પાછળ પાછળ દોડે છે અને બસમાં રહેલી બારીમાં ટિંગાઈ જાય છે અને ટિંગાઈને બારીની બહારથી અંદર જવાની કોશિશ કરે છે અને તે તેમાં સફળ પણ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

આ વિડીયો જોઈ લોકો ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે. આ યુવતીએ જે રીતે પોતાના કરતબો દેખાડ્યા તે જોઈને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી. આ વીડિયોનું ઘંટા નામના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે અને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો લોકો એ આ વિડીયો જોઈ લીધો છે અને લાઈક કરી લીધો છે. આવા અનેક વિડીયો આપણે રોજબરોજ સોશિયલ મીડિયા ના માધ્યમથી જોઈ શકીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *