કન્યા ને બદલે વરરાજા ની થઇ ભાવુક વિદાય ! મિત્રો ને ગળે વળગી વળગી રડી રહ્યો છે વરરાજો,,જુઓ વિડીયો.
લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં ઘણી બધી વિધિઓ કરવામાં આવતી હોય છે. ભારતમાં હાલમાં શિયાળાની ઋતુ અને લગ્નનો માહોલ જોરશોર થી ચાલી રહ્યો છે. લગ્ન પ્રસંગમાં લોકો અવનવા પેતરા અજમાવતા હોય છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર લગ્નનું ઘોડાપૂર આવ્યું હોય તેવા એક થી એક ચડિયાતા વિડિયો વાયરલ થતા હોય છે.
લગ્ન હોય એટલે વરરાજા અને કન્યા પોતાના લગ્નને ખાસ બનાવવા કંઈક ને કંઈક નવું કરતા હોય છે. લગ્ન પ્રસંગમાં જ્યારે લગ્ન પુરા થાય ત્યારે છેલ્લી વિધિ કન્યાને વિદાય આપવાની વિધિ હોય છે. વર્ષો જૂની પરંપરા મુજબ કન્યા પોતાનું પિતાનું ઘર છોડીને પોતાના પતિ સાથે રહેવા ચાલી જાય છે. એ સમયે કન્યા અને તેના પરિવારના સભ્યો ભાવુક રીતે કન્યા ને વિદાય આપતા હોય છે.
પરંતુ હાલમાં એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કન્યા ને નહીં પરંતુ વરરાજા ને વિદાય આપવામાં આવી રહી હોય તેવું બતાવવામાં આવ્યું છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક વરરાજા પોતે સાસરે જતા હોય તેવી રીતે ખૂબ જ ભાવુક થઈને રડતા હોય છે. તે તેના મિત્રોને ઘરના દરવાજા બહાર ગળે વળગી વળગીને એકબીજાને મળે છે અને મિત્રો પણ ભાવુક થઈને વરરાજા ને વિદાય આપતા જોવા મળે છે.
View this post on Instagram
આ કોમેડી વીડિયોને instagram પેજ ઉપર વાયરલ કરવામાં આવેલો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને ભરપૂર મનોરંજન મેળવી રહ્યા છે. આવા એક થી ચડિયાતા લગ્નના વિડીયો રોજબરોજ સામે આવતા હોય છે અને લોકો મનોરંજન મેળવતા રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!