ગરીબી એવી કે પાણી માં રોટલો ચોળી ખાતો ! નેવીવાળા એ કરી સામે થી નોકરી ની ઓફર હાઈટ ઓછી પરંતુ,,
આપણા ભારતમાં અને ગુજરાતમાં વસતા યુવાનોનું નાનપણથી એક સપનું હોય છે કે તે ભારતીય સેનામાં જોડાય અને ભારત દેશની રક્ષા કરે. ભારતીય સેનામાં એરફોર્સ, નેવી અને જમીન ઉપર રહીને બોર્ડર ઉપર જઈને દેશની રક્ષા કરવામાં આવતી હોય છે. આપણા ગુજરાતમાં પણ ઘણા બધા યુવાનો આ સપનું જોતા હોય છે અને સાકાર પણ કરતા હોય છે. એવો જ એક યુવાન કે જેને ઇન્ડિયન નેવી વાળા એ સામેથી નોકરીની ઓફર કરી.
આ યુવાનની મહેનત એવી હતી કે તેના તેને નોકરીની સામેથી ઓફર મળી. વધુ વિગતે વાત કરીએ તો 22 વર્ષનો યુવાન ગુજરાતના આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરમાં રહેતો હતો. છોટાઉદેપુરના નાના એવા ગામમાં રહેતો નિતેશકુમાર રૂપસિંહભાઇ રાઠવા જેના પિતા કડિયા કામ કરીને ઘરનું ગુજરાત ચલાવતા હતા. નિતેશકુમાર ને ત્રણ ભાઈઓ પણ છે. નિતેશ કુમારે કહ્યું કે તે જ્યારે નાનો હતો ત્યારે ગરીબી એટલી હતી કે માત્ર એક સમયનું જ જમવાનું પ્રાપ્ત થતું હતું.
તેને કહ્યું કે તેના પપ્પા કડિયા કામ કરીને ચારેય ભાઈઓને ભણાવતા અને ખર્ચ ઉપાડતા. તે કહે છે કે તે જ્યારે આશ્રમ શાળા માં ભણતો ત્યારે પહેલી વાર શાક આવે તેમાં બટાકા હોય અને બીજી વાર તો તેને પાણીમાં રોટલો ચોળી ને ખાવું પડતું હતું. તે પોતે નાનપણથી સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતો હતો. તે ડિસ્ટ્રિક્ટ લેવલેન્સ સ્પોર્ટ્સ કોટામાં સિલેક્ટ થયો. તેની પાસે શૂઝ લેવાના પણ રૂપિયા ન હતા. એક શૂઝની જોડી આખું વર્ષ ચલાવતો.
તે કહે છે કે રનીંગના શુઝ પાંચથી દસ હજાર રૂપિયામાં આવે અને તેને વર્ષ 2018 થી ઘરે થી રૂપિયા લેવાનું પણ બંધ કરી દીધું હતું. તેને જો રૂપિયાની જરૂર પડે તો તે તેના મિત્રો અથવા તેના મેડમ કોચ પાસેથી લેતો હતો. એક સમય એવો આવ્યો કે તેના માતા પિતા પણ તેને કહેવા લાગ્યા કે હવે બહુ થયું બહુ ભણી લીધું હવે રહેવા દો. પરંતુ નિતેશકુમાર હિંમત ના હાર્યો અને તેને તેના માતા પિતાને પણ કહી દીધું કે તે તેનું જાતે કરી લેશે અને તેને તેના કોચ પાસેથી રૂપિયા માંગ્યા હતા.
વર્ષ 2019-20 માં ઍથલેટિક્સ માંથી આંધ્રપ્રદેશના વારંગલ ક્રોસ કન્ટ્રી રમવા ગયો હતો. ત્યાં એક નેવીના કોચ આવ્યા હતા. જેમાં નિતેશકુમારનું પર્ફોમન્સ જોઈને નેવીના કોચે તેને પૂછ્યું કે શું તારે નોકરીની જરૂર છે. નિતેશકુમાર કહ્યું હા તો નવીના કોચે કહ્યું કે એક લેટર આવશે તે લઈને આવજે. ત્યારબાદ નિતેશકુમાર ના ઘરે એક લેટર આવ્યો. જેમાં તેને આઈએનએસ શિવાજી લોનાવાલા ખાતે બોલાવવામાં આવ્યો હતો. આખા ભારતમાંથી સાત છોકરા ત્યાં ટ્રાયલ માટે આવ્યા હતા.
તેઓને જણાવવામાં આવ્યું કે જે સારું ટાઈમિંગ આપશે તે લોકો ભરતી થશે. સાત છોકરાઓમાંથી નિતેશ કુમારે 10 કિલોમીટરની દોડ 31.52 મિનિટમાં પૂરી કરી અને તે સિલેક્ટ થયો. નીતેશકુમારની હાઈટ ઓછી છતાં પણ તેને નેવી માં નોકરી મળી ગઈ. આમ અને નીતેશકુમાર ની મહેનત આખરે રંગ લાવી. આમ નેવી તરફથી નિતેશકુમાર ને સામેથી નોકરીની ઓફર કરવામાં આવી હતી. આજકાલના યુવાનો માટે આ એક પ્રેરણા રૂપ કહાની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!