દીકરી ની ઉમર ની કન્યા સાથે 42-વર્ષ ના શિક્ષકે પોતાની વિદ્યાર્થીની સાથે જ કરી લીધા લગ્ન યુવતી ની ઉમર માત્ર, જુઓ તસ્વીર.
આજનો જમાનો એવો જમાનો છે કે જેમાં યુવાનો અને યુવતીઓ એકબીજાના જીવન સાથી જાતે જ શોધી લેતા હોય છે અને માતા પિતા ની વિરુદ્ધ અને પરિવારની વિરુદ્ધ જઈને પોતાના પ્રેમીઓ સાથે લગ્ન કરી લેતા હોય છે. પરંતુ હાલ એક બિહારથી એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને લોકો આ કિસ્સાની ખૂબ નિંદા કરી રહ્યા છે. આ કિસ્સામાં 42 વર્ષ ના શિક્ષકે 20 વર્ષની વિદ્યાર્થીની સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
વધુ વિગતે વાત કરીએ તો આવી ચોકાવનારી ઘટના બિહાર રાજ્યના સમસ્તીર રોસડા બજારમાંથી સામે આવી છે. જ્યાં ગુરુવારના રોજ એક શિક્ષકે પોતાની વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા હતા. આ કિસ્સો સામે આવતા સોશિયલ મીડિયા ઉપર આ ઘટનાની ભારે ચર્ચા થવા પામી છે. વાત કરીએ તો સંગીત કુમાર નામના 42 વર્ષના પોતાનું કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષક ના કોચિંગ ક્લાસમાં ૨૦ વર્ષની વિદ્યાર્થીની શ્વેતા કુમારી અંગ્રેજી ભણવા માટે આવતી હતી.
સંગીત કુમાર અને શ્વેતા કુમારી બંને નજીકમાં જ રહેતા હતા. જાણવા મળ્યું કે શિક્ષક સંગીત કુમાર ના પત્નીનું થોડા વર્ષો પહેલાં મૃત્યુ થઈ ગયું હતું અને તેઓ એકલા જીવન જીવી રહ્યા હતા. જાણવા મળ્યું કે શ્વેતા કુમારી અને સંગીત કુમાર બંને રોજબરોજ કોચિંગ ક્લાસમાં મળતા હોય બંને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. એટલો બધો પ્રેમ સંબંધ ગાઢ થઈ ચૂક્યો હતો કે બંને એકબીજા ના ખૂબ જ નજીક આવી ગયા હતા. અંતે બંને એ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.
શિક્ષક સંગીત કુમારે પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે લગ્ન કરતા આ ઘટનાની ભારે ચર્ચા થવા પામી છે. બંને એ હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કરીને પોતાના ઘર સંસારની શરૂઆત કરી હતી. આવો પહેલો કિસ્સો નહીં હોય કે જે સામે આવ્યો હશે. આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં ઉંમરનો ઘણો બધો તફાવત હોવા છતા પણ લોકો એકબીજા સાથે લગ્ન કરી લેતા હોય છે અને સુખી ઘર સંસારની શરૂઆત કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!