SOG ની ટીમે દરોડા પાડી 550-કિલો ગાંજો કર્યો કબ્જે ! શાકભાજી ની આડ માં કરતા હતા કાળો કારોબાર, જુઓ તસ્વીર.
આપણા ગુજરાતના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી નો છે. ગુજરાતના ઘણા બધા લોકો ખેતીના વ્યવસાયથી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ કેટલાક ખેડૂતો ખેતીની આડમાં એવી ગેરકાયદેસર ખેતી કરતા હોય છે અને લાખો નો નફો કમાતા હોય છે. એટલે કે કેટલાક ખેડૂતો શાકભાજી કે અન્ય ખેતપેદાશોની આડમાં ગાંજાની ખેતી કરતા હોય છે. કુલ 550 કિલો ગાંજો જપ્ત કર્યો હતો.
હાલમાં કપડવંજ ના ભુતિયા તાબેના કૃપાથી મુવાડા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી એરંડા, કપાસ, તુવેરના વાવેતરની આડમાં ગાંજાના છોડની ખેતીનું વાવેતર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસ ઓ જી ની ટીમે ઝડપી પાડ્યું છે. જાણવા મળ્યું કે એસોજીની ટીમ દ્વારા 331 નંગ છોડ ગાંજાની ખેતીના ઝડપી પાડ્યા છે. એસોજી ની ટીમને બાતમી ના આધારે સ્પેશિયલ ઓપરેશન ચલાવ્યું અને ગામની સીમમાં દરોડા પાડી 331 નંગ છોડ કે જેની કિંમત 54.98 લાખ રૂપિયા થાય છે તેવા ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા.
આ બાબતે બે સગા ભાઈઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યું કે આ આખી ગાંજા ની ખેતીનો કારોબાર કૃપાથી મુવાડા ની સીમમાં આવેલા માનસિંહ સોમાભાઈ ઝાલા અને તેમના ભાઈ શંકર સોમાભાઈ ઝાલા પોતાના ખેતરમાં કરતા હતા. પરંતુ જેમાં જાણવા મળ્યું કે સગા ભાઈઓ પૈકી એક ભાઈ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે તો અન્ય એક ભાઈ ફરાર થઈ ચૂક્યો છે.
આમ આખી ઘટના સામે આવી હતી. ગુજરાતમાં ગાંજાની ખેતીના વ્યવસાય સાથે અનેક ખેડૂતો સંકળાયેલા છે અને ચોરી છુપીથી ગાંજાની ખેતીનું વાવેતર કરીને લાખોની કમાણી કરતા હોય છે. આમ આવી ઘટનાઓ ગુજરાતમાં બનવી સામાન્ય થઈ ચૂકી છે. ગુજરાત માં આવા બનાવો રોજબરોજ સામે આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!