અંબાણી ની પુત્રી ‘ઈશા’ નું આલીશાન ઘર કોઈ સ્વર્ગ થી ઓછું નથી ! અદ્દભુત કાચ નો મહેલ ક્યાંય જોવા મળે નહીં જુઓ તસ્વીર.
અંબાણી પરિવાર આજે ભારતનું સૌથી ધનિક પરિવાર છે. અંબાણી પરિવારના સભ્યો પોતાના શોખ ચપટી વગાડતા પૂરા કરી શકે છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર જે ઘરમાં રહે છે તે ઘર એન્ટિલિયા વિશે તો આજે સૌ કોઈ લોકો જાણે છે. મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણી ના લગ્ન બાદ તે પિરામલ પરિવારમાં રહેવા ગઈ. આજે અમે તમને પીરામલ પરિવારના આલેશાન ઘર વિશે જણાવીશું.
વર્ષ 2018 માં પિરામલ ગ્રુપના અજય અને સ્વાતિના પુત્ર આનંદ પીરામલ સાથે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન થયા. જેવું આલીશાન ઘર મુકેશ અંબાણી નું છે તેવું જ આલેશાન ઘર તેની પુત્રી નું છે. તેની પુત્રી જે ઘરમાં રહે છે તે ઘરનું નામ ગુલીતા છે. તે ઘરનું સુશોભન કાર્ય કોઈ મહેલથી ઓછું નથી. વિગતે વાત કરીએ તો ઈશા અંબાણીના લગ્ન પછી તેના સાસુ સસરાએ તેને ગુલિતા નામનો બંગલો ગિફ્ટ માં આપ્યો હતો.
જે મુંબઈના વરલી વિસ્તારમાં આવેલો છે. ઈશા અંબાણી તેના પતિ અને ઈશા ના સાસરા તમામ આ ઘરમાં રહે છે. દરિયા કિનારે આવેલો આ બંગલો લોકોને મોહિત કરી દે છે. ઘરમાંથી સમુદ્રનો નજારો સ્પષ્ટ જોઈ શકાય છે. ઈશા અંબાણીના આ ઘરમાં ત્રણ માળના બેસમેન્ટ અને ઉપરના પાંચ માળ પર બનેલું છે. જેમાં બીજા અને ત્રીજા માળે પાર્કિંગની સવલત પૂરી પાડવામાં આવેલી છે.
ગુલિતા બંગલાના બેસમેન્ટમાં લોન, વોટરફોલ અને ડબલ હાઈટનો મલ્ટી પર્પસ રૂમ બનાવવામાં આવેલો છે. આ ઘરના ઉપરના માળે મંદિર, ડાઇનિંગ હોલ અને લિવિંગ રૂમ ની સુવિધા આપવામાં આવેલી છે. આ ઘર લગભગ 50,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. 2012માં પિરામલે તેને પાંચ માળનું બનાવ્યું આજે તેની કિંમત 450 કરોડ આંકવામાં આવે છે.
પિરામિલ કંપનીએ બંગલો ખરીદ્યો ત્યારબાદ તેને રીડીઝાઈન કરવામાં આવેલો હતો. જેમાં લંડન ના બેસ્ટ એન્જિનિયરો દ્વારા આ બંગલાને રી ડિઝાઇન કરવામાં આવેલો હતો. તેમાં થ્રીડી મોડલિંગ ટુલ્સનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે તથા કાચમાં પણ બારીક કામ કરવામાં આવેલું છે. આમ ઈશા અંબાણી નું ઘર કોઈ મહેલ અને બંગલા થી ઓછું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!