આવી કંકોત્રી ક્યારેય જોવા નહીં મળે ! કંકોત્રી માં એવું છાપવામાં આવ્યું કે લોકો ના ઉડી ગયા હોંશ ગુજરાત માં ચાલતી તમામ, જાણો.
ગુજરાતમાં હવે લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. લગ્નની સિઝન શરૂ થતા અગાઉ પરિવારના સભ્યો લગ્નની ખાસ તૈયારીઓ ચાલુ કરી દેતા હોય છે. કંકોત્રી છપાવવાની લઇ ને તમામ એવી વ્યવસ્થાઓની પૂર્વ તૈયારીરૂપે આયોજન કરતા હોય છે. સોશિયલ મીડિયાના જમાનામાં હવે લોકો ડિજિટલ કંકોત્રી તરફ વળી ગયા છે.
હાલમાં સુરતમાંથી રાદડિયા પરિવાર ની એક અનોખી કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કંકોત્રી ની શું છે ખાસિયત છે તો ચાલો જાણીએ. જાણવા મળ્યું કે સુરતમાં રહેતા રાદડિયા પરિવારના દીકરા કાર્તિક રાદડિયા ના લગ્ન આગામી 1-2-2023 ના રોજ યોજવાના છે. લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા પરિવારના લોકોએ ડિજિટલ કંકોત્રી બનાવી સામાન્ય રીતે કંકોત્રી એક અથવા બે પાનની હોય છે.
પરંતુ રાદડિયા પરિવારના સભ્યોએ કંકોત્રીને ચાર પાના માં છપાવી છે. કાર્તિક રાદડિયા ના શુભ લગ્ન પ્રસંગે પરિવારના સભ્યોએ કંકોત્રીમાં ગુજરાતમાં ચાલી રહેલી તમામ યોજનાઓ ની માહિતી ઉમેરી છે. જેમાં વહાલી દીકરી યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના, વિધવા પુનઃલગ્ન યોજના, વૃદ્ધો સહાય યોજના આવી અનેક એવી યોજનાઓ ની માહિતી આપી છે.
તો આ ઉપરાંત કંકોત્રીમાં ભારતના મહાન લોકો એવા છત્રપતિ શિવાજી મહારાજ, ભગતસિંહ, વલ્લભભાઈ પટેલ વગેરેની તસવીરો પણ મૂકવામાં આવેલી છે. લોકો આ કંકોત્રીથી ખૂબ આકર્ષિત થયેલા છે અને રાદડિયા પરિવારની ખૂબ વાહ વાહ કરી રહ્યા છે. લોકોમાં તમામ યોજનાઓ પ્રત્યે જાગૃતિ ફેલાય અને મોટી સંખ્યામાં લોકો યોજનાઓનો લાભ લે તે હેતુથી આ રાદડિયા પરિવારે પુત્રના લગ્નમાં આવી કંકોત્રી છપાવી છે જેના હર કોઈ લોકો વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!