લવસ્ટોરી થી લઈને છૂટાછેડા સુધી અને બીજા લગ્ન ની સફર ! IAS ટીના ડાબી શા માટે રહે છે ચર્ચા નો વિષય? જાણો કહાની.
લગ્ન ની સીજન હોય કોઈ પોતાના પહેલા લગ્ન માટે ફેરા ફરતા હોય તો કોઈ બીજા લગ્ન ના ફેરા ફરતા જોવા મળે છે. લગ્ન કરવામાં દેશ ના IAS ઓફિસરો પણ પાછા પડતા નથી. IAS ઓફિસરો પણ લગ્ન ના બંધન મા બંધાતા જોવા મળે છે. જાણીતા દલિત મહિલા IAS ઓફિસર ટીના ડાબી એ પોતાના બીજા લગ્ન જીવન ની શરૂઆત કરી દીધી છે. ટીના ડાબી કે જેને 2015 ના વર્ષ માં સિવિલ સર્વિસ ની પરીક્ષા માં ટોપ કરનાર પ્રથમ દલિત મહિલા છે.
IAS ટીના ડાબી કે જેણે હાલમાં જ પોતાના મિત્ર ડો.પ્રદીપ ગાવડે સાથે લગ્ન કર્યા. ટીના ડાબી હાલમાં રાજસ્થાનના નાણા વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કરી રહી છે, જ્યારે ડૉ. ગાવંડે રાજસ્થાનના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના ડિરેક્ટર છે. ટીના ડાબી ના આ બીજા લગ્ન છે. તેના પ્રથમ લગ્ન IAS અતહર આમિર ખાન સાથે થયા હતા, જેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં બીજું સ્થાન મેળવ્યું હતું. જોકે, બંનેનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. બાદમાં બંનેએ છૂટાછેડા લીધા હતા.
અને અત્યારે ટીના એ તેના નજીક ના મિત્ર સાથે જ લગ્ન કર્યા. રાસ્થાનમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં બંને ના લગ્ન થયા હતા. બંનેએ બૌદ્ધ પદ્ધતિથી લગ્ન કર્યા છે. તે જ સમયે, દંપતીએ એકબીજાને માળા પહેરાવી અને ફેરા લીધા. લગ્ન સ્થળ પર દલિત પ્રતિક બીઆર આંબેડકરનો ફોટો પણ રાખવામાં આવ્યો હતો. લગ્ન પછી ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેએ પણ ભવ્ય રિસેપ્શન યોજ્યું હતું.
ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેના લગ્નનું ભવ્ય રિસેપ્શન જયપુરના 22 વેરહાઉસમાં ફાઇવ સ્ટાર હોટલમાં યોજાયું હતું. આ સમારોહમાં તેના પરિવાર ના સભ્યો, તેના મિત્રો તથા રાજકીય લોકો એ પણ હાજરી આપી હતી. આ રિસેપ્શનમાં કેટલાક IAS, IPS, RA S અધિકારીઓએ હાજરી આપી હતી. દિલ્હી, મુંબઈ, યુપીથી પણ ઘણા મહેમાનો આવ્યા હતા. મુખ્ય સચિવ ઉષા શર્મા પણ રિસેપ્શનમાં પહોંચ્યા અને ટીના દાબી અને પ્રદીપ ગાવંડેને શુભેચ્છાઓ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!