પાક્કા મિત્રો ની જુગલજોડી નો ભોગ નવસારી ના અકસ્માતે લીધો બે મિત્રો ની અર્થી એકસાથે ઉઠતા ગામ ચડ્યું હીબકે, જુઓ તસ્વીર.
વર્ષના અંતિમ દિવસે ગુજરાતના નવસારીમાં એક દુઃખદ ઘટના બની હતી. જેમાં એક fortuner કાર અને એક બસની ભયંકર ટક્કર થતા fortuner કારમાં સવાર નવ યુવાનોના કમ કમાટી ભર્યા મોત થયા હતા. જાણવા મળ્યું કે ફોર્ચ્યુનર કારમાં સવાર લોકો તમામ મિત્રો હતા. fortuner કાર ચાલકનું સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા fortuner કાર બીજા ટ્રેક ઉપર આવી પહોંચી હતી.
જેમાં સામેથી એક લક્ઝરી બસ આવી રહી હતી તેની સાથે ભયંકર અથડામણ થતાં નવ યુવાનોના મોત થયા હતા. જેમાં વાત કરીએ તો આ અકસ્માતમાં બે પાકા મિત્રો એક સાથે મોતને ભેટતા પરિવારમાં ખૂબ દુઃખનો માહોલ છવાઈ ચૂક્યો છે. ગોંડલના ગુંદાળામાં રહેતા ધર્મેશ પ્રકાશભાઈ શેલડીયા અને ધોરાજી ના ભાદાજાળીયા ગામમાં રહેતા જયદીપ કાંતિભાઈ પેથાણી બંનેનું આ અકસ્માતમાં મોત થયું હતું.
બંને મિત્રો ની પોતાના ગામમાં અર્થી નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. ધર્મેશ શેલડીયા ની વાત કરવામાં આવે તો ધર્મેશ તેના પિતા પ્રકાશભાઈ શેલડીયા નો એકનો એક પુત્ર હતો. પિતાને એક પુત્રી અને એક પુત્ર હતો. જેમાં ધર્મેશ નું અકસ્માતે મોત થઈ જતા ઘરનો ટેકો તૂટી ગયો છે. આ બાબતે ધર્મેશના કાકા જીતુભાઈએ જણાવ્યું હતું કે ધર્મેશ તેના પરિવારનો એક આધાર સ્તંભ હતો.
ધર્મેશ ના પિતા ખેતી કામ અને સેન્ટીંગનું કામ કરીને ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. ધર્મેશ બે થી અઢી વર્ષથી અંકલેશ્વરમાં લાઈફ કેમ ફાર્મા પ્રોડક્શન માં કામ કરતો હતો. તે અંકલેશ્વરમાં તેના મિત્રો સાથે રૂમ ભાડે રાખીને રહેતો હતો. જે પૈકી તેના રૂમમાં રહેતા ચાર મિત્રોના અકસ્માતમાં મોત થયા હતા. અકસ્માતના બે ત્રણ દિવસ અગાઉ છે તેના કાકા સાથે વાત કરી હતી. આમ આખી ઘટના સામે આવતા લોકોના હૃદય કંપ ઉઠ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!