10-મિનિટ ધાબા પર આમથીતેમ આટા મારતા યુવાને લગાવી મોત ની છલાંગ. મરતાં પહેલા લોકો પર પથ્થરો વડે,
રોજબરોજ હત્યા, આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવે છે. ક્યારેક પૈસાની લેતી દેતી માં, તો ક્યારેક પ્રેમ પ્રકરણમાં, તો ક્યારેક માનસિક રીતે અસ્વસ્થ થઈ જતા લોકો આત્મહત્યા કરી બેસતા હોય છે. એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાંથી સામે આવે છે. જેમાં એક યુવકે પોતાના ઘરની અગાશી ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. તે કૂદકો લગાવતો હતો તે પહેલાં લોકોને પથ્થરો પણ મારતો હતો.
વધુ વિગતે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં રહેતા 31 વર્ષના અંકિત શિવહરે કે જે જવેલરી ની દુકાન ચલાવતો હતો. તેના ઘરની નજીક જ તેની જ્વેલરી ની દુકાન હતી. તેના લગ્ન હજુ થયા ન હતા. થોડા દિવસો પહેલા તેણે તેની માતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. તેથી તેની માતા તેના બીજા પુત્ર સાથે રહે છે. કહેવામાં આવે છે કે યુવકની માનસિક હાલત ખરાબ હતી. તેને આંચકી પણ આવતી હતી.
અને દુકાન સારી રીતે ચાલતી ન હોવાને કારણે તે ચિંતામાં હતો. યુવક પોતાના ઘરની અગાસી ઉપર પહોંચતા 10 મિનિટ સુધી આમથી તેમ આંટા મારતો હતો. નીચે ઊભેલા લોકો તેને બૂમો પાડીને નીચે આવવા કહેતા હતા. તો તેને કહ્યું કે, હું આજે મરી જઈશ તમે લોકો અહીંથી જાવ. જે લોકો તેને બચાવવા માટે નજીક જાય તો તેઓની ઉપર તે પથ્થર મારતો હતો અને અચાનક યુવકે છલાંગ લગાવી દીધી હતી.
ત્યારબાદ આજુબાજુના લોકો તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસે આવીને આખી ઘટનાની માહિતી મેળવી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી અને આ અંગે પરિવારોને જાણ કરવામાં આવી હતી. આમ આખી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!