India

સાઉથ ની અભિનેત્રી એ લગ્ન ના 4-મહિના બાદ ખોલ્યું મોટું રાજ. પતિ વિષે કહ્યું કે, તેના પતિ એ તેના જીવન માં, જાણો વિગતે.

Spread the love

બોલીવુડ અભિનેત્રીઓની સાથે સાથે સાઉથની અભિનેત્રીઓ પણ ચર્ચા નો વિષય રહે છે. સાઉથની પ્રખ્યાત અભિનેત્રી મહાલક્ષ્મી તેની સુંદરતાને કારણે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. તે પોતાના પ્રોફેશનલ જીવન અને અંગત જીવનને લઈને ખાસ ચર્ચામાં હોય છે. મહાલક્ષ્મી ની વાત કરવામાં આવે તો તેને પોતાના જીવનમાં બે લગ્ન કર્યા છે.

પ્રથમ લગ્નની નિષ્ફળતા બાદ તેને બીજા લગ્ન ચાર મહિના પહેલા રવિન્દ્ર ચંદ્રશેખર અને સાથે કર્યા છે. તેના પતિ રવિન્દ્ર ચંદ્રશેખરન દક્ષિણના ફિલ્મ નિર્માતા છે અને બંને જોડીએ લગ્ન કર્યા બાદ ખાસ ચર્ચા નો વિષય રહ્યા છે. મહાલક્ષ્મી અને રવિન્દ્ર ના લગ્નને ચાર મહિના થઈ ગયા. બંને ખૂબ સુખી જીવન જીવી રહ્યા છે. પરંતુ અભિનેત્રી લગ્નના ચાર મહિના બાદ પોતાના લગ્નજીવન વિશે કંઈક જણાવ્યું છે.

અભિનેત્રી instagram ઉપર એક તસવીર શેર કરી છે અને તેને કેપ્શન માં લખીને પોતાના લગ્નજીવન વિશે માહિતી આપી છે. અભિનેત્રી એ શેર કરેલી તસવીરમાં બંને કાળા કપડામાં જોવા મળે છે. બંનેમાં ખૂબ સારું ટ્યુનિંગ જોવા મળે છે. અભિનેત્રીએ આ તસ્વીર શેર કરતાં કેપ્શન માં લખ્યું કે જીવન સુંદર છે અને તમે,@ravindarchandrasekaran”. આ ફોટો શેર થતાની સાથે જ તેના ચાહકો બંનેની જોડીના ખૂબ વખાણ કરી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બંનેની લવ સ્ટોરી ની વાત કરવામાં આવે તો રવિન્દ્ર અને મહાલક્ષ્મી ની પહેલી મુલાકાત ફિલ્મ ‘વિદ્યુમ વારાઈ કથિરુ’ ના સેટ પર થઈ હતી બંને એકબીજાની નજીક આવ્યા બાદ એકબીજાને અપડેટ કરતા હતા અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. રવિન્દ્ર એ દક્ષિણ ભારતીય સિનેમાની ઘણી ફિલ્મો માટે નિર્માતા તરીકે કામ કર્યું છે, જ્યારે મહાલક્ષ્મીએ દક્ષિણ ભારતીય ટીવી અભિનેત્રી તરીકે ‘ઓફિસ’, ‘થિરુ મંગલમ’, ‘કેલાડી કાનમાની’, ચેલ્લામય’ જેવી સિરિયલો માં કામ કરી ચૂકી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *