અનંત અંબાણી ની સગાઇ માં સ્વર્ગસ્થ ધીરુભાઈ(પતિ) ને યાદ કરી કોકિલાબહેન થયા ભાવુક! કહ્યું કે, તેઓ ઉપર થી, જુઓ વિડીયો.
અંબાણી પરિવારમાં આજે ખુશ ખુશાલ માહોલ જોવા મળે છે. 19 જાન્યુઆરી 2023 ના રોજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે કરવામાં આવી હતી. બંનેની સગાઈ ને અદ્દભુત બનાવવા માટે બોલિવૂડના દિવગંત અભિનેતાઓ ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકર તેની પત્ની સાથે આ રિંગ સેરેમનીના સમારોહમાં ઉપસ્થિત થયા હતા.
અંબાણી પરિવાર એ અનંત અંબાણીની સગાઈ ને ખૂબ જ આલિશાન બનાવી હતી. તમામ વિધિઓ ખૂબ જ ધૂમધામપૂર્વક કરી હતી. આ સમયે અંબાણી પરિવાર એ ગણેશ પૂજા કરી હતી. ગણેશ પૂજા કર્યા બાદ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પત્ની કોકીલા બહેન અંબાણી ભાવુક થઈ ગયા હતા. તેણીએ તેના સ્વર્ગસ્થ પતિ ધીરુભાઈ અંબાણીને પણ યાદ કર્યા, જેમને પરિવારના દરેક લોકો ‘મોટા પાપા’ તરીકે ઓળખે છે.
એક વીડિયોમાં ઈશા અંબાણી સ્ટેજ પર તેને ‘કુકુ મામા’ ઉર્ફે કોકિલાબેન અંબાણી કહેતી જોવા મળી હતી. કોકિલાબેન અંબાણી તેમના દિવંગત પતિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીને યાદ કરીને ભાવુક થઈ ગયા. તેણીએ ગુજરાતીમાં શેર કર્યું કે તેણીના સૌથી નાના પૌત્ર અનંતના લગ્ન જોઈને તેણીને સૌથી વધુ આનંદ થશે. તેમણે કહ્યું કે તેઓ (ધીરુભાઈ) તેમને ઉપરથી આશીર્વાદ આપશે.
View this post on Instagram
તેણે કહ્યું હતું કે, “હું ખૂબ નસીબદાર છું, મારી પાસે શ્લોકા છે, મારી પાસે રાધિકા છે, મારી પાસે ઈશા છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે.” આમ કોકિલાબહેને આવી વાત કરી હતી. આજે અંબાણી પરિવાર જે કઈ છે તે સ્વર્ગસ્થ ધીરુભાઈ ના બળ પર જોવા મળે છે. પેઢી ના બિઝનેસ ને આજે મુકેશ અંબાણી એ ખુબ જ ઊંચાઈ પર પહોંચાડી દીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!