અનંત અંબાણી એ પહેરેલ કુર્તા માં લગાવેલ પેન્થર બ્રોચ ની કિંમત જાણી હોંશ ઉડી જશે ! આને વિદેશ માંથી, જુઓ ખાસ તસ્વીર.
થોડા દિવસ પહેલા મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ સેરેમની આયોજિત કરવામાં આવી હતી. આખો અંબાણી પરિવાર જગીમગી રહ્યો હતો. મુંબઈમાં આવેલા એન્ટેલિયા ઘરને પણ ખૂબ જ ઝગમગાવવામાં આવ્યું હતું. અનંત અંબાણીની સગાઈમાં અનંત અંબાણી એ વાદળી રંગનો પરંપરાગત કુરતો પહેર્યો હતો. અનંત અંબાણીએ પહેરેલ કુર્તામાં લગાવેલા આઇકોનિક કાર્ટીયર પેન્થર બ્રોચે લોકોને ખૂબ આકર્ષિત કર્યા હતા.
જેની કિંમત જાણીને લોકો ચોકી ઉઠ્યા છે. આ બ્રોચની વાત કરવામાં આવે તો પ્લેટિનમ અને ગોલ્ડમાં બનાવેલા પેન્થર કાર્ટીયર બ્રોચમાં સુંદર હીરા અને કેબોચન કટ ઓનિક્સ થી બનેલા નો સેટ હતો. આ કાર્ટીયર પેન્થર બ્રોચમાં એક મોટા આકારની પન્ના ની રત્નની ઉપર એક પેન્થર બેઠેલો જોવા મળે છે. આ સ્પેશિયલ પેન્થરના નાકમાં કાળો ઓન્લીક્સ પણ હોય છે અને તેની ચમકતી આંખો પિયર આકારના નિર્માણથી બનેલી હોય છે.
આ બ્રોચની ખાસ વાત એ છે કે દીપડાના શરીરના અંગો એવી રીતે હલનચલન કરી શકે છે કે બ્રોચનો ઉપયોગ બહુહેતુક જવેલરીના ભાગ તરીકે થઈ શકે છે માથું ફેરવી શકે છે અને અંગો પેન્ડન્ટ અથવા રીંગ અને ઇયરિંગ્સમાં પણ પરિવર્તિત થઈ શકે છે. આ આઇકોનિક પેન્થર ની કિંમત લગભગ 1,13,51,087થી લઈને 1,32,26,085 સુધીની હોય છે. પેન્થર બ્રોચની ડિઝાઇન વર્ષ 1914 માં ચેક કાર્ટીરે બનાવી હતી.
આ બ્રોચને એક ફ્રેંચ લક્ઝરીયસ ગુડ્સ કંપની બનાવે છે અને ઉત્પાદન કરે છે. આમ અનંત અંબાણી ના કુર્તા માં લાગેલા આ કાર્ટીયર પેન્થર ને લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ ખૂબ જ આલિશાન રીતે કરવામાં આવી હતી. જેમાં બોલીવુડના અનેક સ્ટારો એ હાજરી આપી હતી. તો ક્રિકેટના ખેલાડી સચિન તેંડુલકર તેની પત્ની સાથે પણ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!