ટેલિવિઝન ની આ અભિનેત્રીઓ ને ચાહકો જોવા માંગે છે દુલ્હન ના રૂપ માં પણ હજુ સુધી, જાણો લાબું લિસ્ટ કોણ-કોણ છે?
આપણા ભારતમાં ટેલિવિઝન ઉપર ઘણી બધી ટીવી સિરીયલો આવે છે. ખાસ કરીને મહિલા ઓમાં પારિવારિક ટીવી સિરિયલો જોવાનો ખાસ ચસકો હોય છે અને આવી પારિવારિક સિરીયલો માંથી લોકોને મનોરંજન મળતું હોય છે. આજે અમે તમને આવી કેટલીક ટીવી સિરીયલોની અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેના બાબતે દર્શકો લાંબા સમયથી તેના લગ્નની રાહ જોઈને બેસેલા છે પરંતુ હજુ સુધી આ અભિનેત્રીઓએ લગ્ન કરેલા નથી. તો ચાલો જાણીએ તેનું લિસ્ટ.
જાસ્મીન ભસીન- જાસ્મીનના ચાહકો જાસ્મીન અને અલી ગોનીના લગ્નની લાંબા સમયથી રાહ જોઈને બેસ્યા છે. દર્શકોએ વારંવાર અભિનેત્રીને લગ્ન બાબતે સવાલો પૂછેલા છે પરંતુ તેઓએ કહ્યું કે પહેલા તેઓ સેટલ થવા માંગે છે ત્યારબાદ લગ્ન કરવા માંગે છે.
હિના ખાન- હિના ખાન અને રોકી જયસ્વાલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ચાહકો હિના ખાન અને રોકીને દુલ્હા દુલ્હનના રૂપમાં જોવા માંગે છે પરંતુ રોકી એ તેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓએ લગ્ન વિશે કઈ વિચાર્યું નથી.
તેજસ્વી પ્રકાશ- તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા બીગબોસ સિઝન 15માં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને ત્યારથી એકબીજાને નજીક આવેલા છે. ત્યારથી દર્શકોના મનમાં સવાલ છે કે તેઓ ક્યારે લગ્ન કરશે પરંતુ હજુ આ બાબતે તે બંને તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આરતી સિંહ- બિગ બોસ સિઝન 13 ચાલી રહી હતી ત્યારથી આરતી સિંહના લગ્નની ચર્ચા થયેલી જોવા મળે છે પરંતુ હજુ સુધી તેના જીવનમાં કોઈ એવા છોકરાને એન્ટ્રી થઈ નથી કે જેની સાથે તે લગ્ન કરી શકે.
પવિત્રા પુનિયા- પવિત્રા પુનિયા અને એજાસખાને સગાઈ કરી લીધી છે પરંતુ હજુ સુધી લગ્ન કર્યા નથી એવામાં ચાહકો ત્યાં બંનેના લગ્નની રાહ જોઈને બેસેલા છે.
કૃષ્ણા મુખર્જી- કૃષ્ણા મુખર્જીએ ગયા વર્ષે સગાઈ કરી ત્યારથી ચાહકો તેમને લગ્ન વિશે પૂછી રહ્યા છે પરંતુ તેને કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે લગ્ન કરશે. દર્શકો તેના લગ્નની આતુરતાથી રાહ જોઈને બેસેલા છે.
સોનાલીકા ભદોરીયા- સોનાલીકા ભદોરીયા એ ગયા વર્ષે ગોવામાં તેના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે સગાઈ કરી પરંતુ હજુ સુધી લગ્નની તારીખ કોઈ ફિક્સ કરેલી નથી.
રશ્મિ દેસાઈ- રશ્મી દેસાઈના પહેલા લગ્ન નંદી સંધુ સાથે થયા હતા પરંતુ બંને વચ્ચે કોઈ જાજો સમય લગ્ન સંબંધ ચાલ્યો નહીં અને બંને છૂટાછેડા લઈ લીધા હતા. હવે ચાહકો તેના બીજા લગ્નની રાહ જોઈ બેસેલા છે.
આયેશા સિંહ- ગુમ હે કિસી કે પ્યાર મે આ સીરીયલ માં આયેશા સિંહ જોવા મળી હતી ત્યારથી ચાહકો તેના લગ્ન વિશે વિચારી રહ્યા છે પરંતુ હજુ સુધી આ બાબતે અભિનેત્રીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!