ગમખ્વાર અકસ્માત ! ચાલુ કાર પર ડમ્પર પલ્ટી મારી જતા કાર નો નીકળી ગયો કચ્ચરઘાણ આટલા લોકો ના થયા મોત તો અન્ય,
ગુજરાતમાંથી રોજે રોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા કરે છે. રોજબરોજ વાહનો અડફેટે આવતા અનેક લોકો મોતને ભેટતા હોય છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ફરી એક વખત જીવલેણ અકસ્માતની ઘટના બની છે. ચોટીલા સાયલા વચ્ચે વણકીના પાટીયા પાસે એક ગમખ્વાર અકસ્માત થયો જેમાં એક કારમાં સવાર સસરા જમાઈના દર્દનાક રીતે મોત નીપજ્યા હતા.
વધુ વિગતે વાત કરવામાં આવે તો જામનગર શહેરનો એક પરિવાર નડિયાદમાં લગ્ન પ્રસંગમાં જય રહ્યો હતો. જેમાં કારમાં સવાર સસરા જમાઈ સાથે એક મહિલા અને એક બાળક હતો. આ સમયે અચાનક કોલસા ભરેલ એક ડમ્પર પર આવ્યું આ કોલસો ભરેલો ડમ્પર કારની ઉપર પલટી ખાઈ ગયો હતો. ડમ્પર કારની ઉપર પલટી ખાઈ જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
કારમાં સવાર સસરા જમાઈના દર્દનાક મોત નિપજ્યા તો અન્ય એક મહિલા અને એક બાળકને સારવાર અર્થે ચોટીલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કુરચો બોલી ગયો હતો અને ક્રેનની મદદ થી બાળક અને મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના સર્જાતા રોડ ઉપર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ તેને વાહનોને લાંબી કતારને કાબુમાં કરી હતી. રોજબરોજ આ હાઇવે ઉપર અકસ્માત થવાના અનેક બનાવો સામે આવતા રહે છે અને લોકો મોત ને ભેટતા હોય છે. સસરા જમાઈનું દર્દનાક મોત થતા પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ ચૂકી હતી. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!