લગ્ન બાદ ની અક્ષર પટેલ અને મેહા પટેલ ની તસવીરો આવી સામે. સેંથામાં સિંદૂર ગળા માં મંગળસૂત્ર સાથે, જુઓ ખાસ તસવીરો.
હાલમાં લગ્નનો માહોલ ખૂબ જ જોર સોર થી ચાલી રહયો છે. સામાન્ય લોકોની સાથે ક્રિકેટરો અને કેટલાક સેલિબ્રિટીઓ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અક્ષર પટેલ તેની મંગેતર મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે. 20 જાન્યુઆરી 2022 ના રોજ જન્મદિવસના દિવસે અક્ષર પટેલે તેની ગર્લફ્રેન્ડ મેહા ને પ્રપોઝ કર્યું હતું.
બાદમાં બંને એ સગાઈ કરી હતી. અક્ષર પટેલ અને મેહા પટેલ બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અક્ષર પટેલ અને મેહા પટેલ ના લગ્ન શાનદાર રીતે કરવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગ દરમિયાન આવતી તમામ વિધિ ના કેટલાય વિડિયો અને કેટલીક તસવીરો સામે આવી હતી. મહેંદી સેરેમની લઈને તમામ માં બંને કપલે સુંદર ડાન્સ કર્યો હતો. અક્ષર પટેલ અને મેહા પટેલ લગ્નના બંધનમાં બંધ થઈ ચૂક્યા બાદ હાલમાં તેની તસવીરો વાયરલ થઈ રહી છે.
તસવીરો માટે બંને ખુબ જ સુંદર લાગી રહ્યા છે. તસ્વીરોમાં જોવા મળે છે તેમ અક્ષર પટેલ બ્લેક કલરના કપડામાં જોવા મળે છે તો મેહા પટેલ ગોલ્ડન કલરના કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને સેંથા માં સિંદુર, ગળામાં મંગલસૂત્ર તેની સુંદરતામાં વધારો કરી રહી છે. લોકો પણ આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
દંપતિ પતિ પત્ની ના પવિત્ર બંધનમાં બંધ થઈ ચૂક્યા છે અને હવે લગ્ન જીવનની નવી શરૂઆત કરી ચૂક્યા છે. બંને એકબીજાના instagram એકાઉન્ટ ઉપર અવાર-નવાર અનેક તસવીરો શેર કરતા હોય છે. મેહા પટેલ પણ એક ડાયટેશિયન અને ન્યુટ્રિશિયન છે. અવારનવાર ડાઈટ પ્લાન શેર કરતી હોય છે. ચાહકો તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!