સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં પુત્રએ કર્યું સમૂહ લગ્નોત્સવનું આયોજન, વરઘોડામાં 165 વરરાજા સહિત વિન્ટેજ કારનો કાફલો, જુઓ તસવીરો.
જામકંડોરણામાં સમાજ માટે અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કાર્ય માટે પોતાની નામના મેળવનાર સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા કે જેવો એ સમૂહ લગ્ન યોજવાની એક પહેલ કરી હતી. ભૂતકાળમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાએ 221 યગલોના સમૂહ લગ્ન કરાવ્યા હતા. તેના પુત્ર અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા પણ પિતાના ડગલે ડગલે ચાલી રહ્યા છે.
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે તેના દીકરા જયેશભાઈ રાદડિયાએ સાતમા સમૂહ લગ્નનું આયોજન કરાવ્યું હતું. જેમાં ૧૬૫ દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાવ્યું હતું. આ શાહી લગ્ન ઉત્સવમાં લેઉવા પટેલ સમાજના રાજકીય, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને તમામ ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા 165 યુગલોને લગ્ન જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા.
આ શાહી લગ્ન ઉત્સવમાં દીકરીને આણા માં 123 જેટલી ઘરવખરી ની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. જેમાં શ્રી મદ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતાજી, સાવજનું કાળજુ પુસ્તક કરિયાવરમાં આપવામાં આવ્યા હતા. તો સોનાના દાણા બે નંગ, ફ્રિજ, ડબલ બેડના પલંગ, લાકડાના કબાટ, ડ્રેસીંગ ટેબલ થી લઈને પાનેતર સુધીની વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી.
જામકંડોરણા ના મુખ્ય હાઇવે ઉપર વરઘોડાને આલીશાન રીતે નીકળવામાં આવ્યો હતો. જેમાં 25 વિન્ટેજ કાર, 50 ખુલી જીપ્સી આ ઉપરાંત અનેક મોટરોનો કાફલો સામેલ થયો હતો. જેમાં ડીજે અને બેન્ડવાજા ના સહારે લોકો જૂમી ઉઠ્યા હતા. ૧૬૫ યુગલોના લગ્નમાં એક લાખથી પણ વધુ લોકો ઉપસ્થિત થયા હતા. તમામ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!