Gujarat

સુરત- ભાજપ ના પૂર્વ કોર્પોરેટર ના પુત્ર માં ૧૦૦-લક્ઝરીયસ ગાડીઓ નો કાફલો જોઈ લોકો ની આંખો ફાટી ગઈ, જુઓ ખાસ તસ્વીરો.

Spread the love

હાલ આપણા ગુજરાતમાં લગ્નની સિઝન ખૂબ જ ધૂમધામથી ચાલી રહી છે. લોકો લગ્નમાં અવનવા પ્રયોગો કરતા હોય છે. હાલમાં સુરતમાંથી એક એવો વરઘોડો સામે આવ્યો કે જેમાં એક સાથે 100 લક્ઝરીયસ ગાડીઓનો કાફલો વરઘોડામાં સામેલ થયો હતો અને વરરાજા પોતે બળદ ગાડા માં બેસીને લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા.

વધુ વિગતે વાત કરવામાં આવે તો સુરતના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર ના લગ્ન પ્રસંગ ખૂબ જ આલેશાન રીતે કરવામાં આવ્યા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ વઘાસિયા ના પુત્ર પ્રતિકભાઇ વઘાસીયા ના લગ્ન નો વરઘોડો મોટા વરાછા થી લઈને રિવર પેલેસ સુધી કાઢવામાં આવ્યો હતો. મોટા વરાછા થી લઈને ઉતરાણ સુધીના બે કિલોમીટર ના લાંબા રસ્તા ઉપર ગાડીઓનો કાફલો વરઘોડામાં જોડાયો હતો. જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા.

પોતાના પુત્રના વરઘોડા વિશે માહિતી આપતા ભરતભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે તેના દીકરાને લક્ઝરીયસ ગાડીઓનો ખૂબ શોખ છે. આથી તેને વલસાડ, મુંબઈ, નવસારીમાં જેટલા પણ મિત્રો રહેતા હતા તે તમામને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. જેમાં તમામ લોકો આવ્યા હતા આ વરઘોડા માં વરરાજા બળદ ગાડા પર સવાર થયા હતા. તેની આગળ ૫૦-ગાડીઓ નો કાફલો અને તેની પણ ૫૦-ગાડીઓ નો કાફલો જોડાયો હતો.

આ વરઘોડામાં જેગુઆર, ઓડી, ડીમપરી, bmw જેવી સો જેટલી લક્સરીયસ કારો વરઘોડામાં જોડાઈ હતી અને વટ પાડી દીધો હતો. વરઘોડાના કાફલા ને જોવા અનેક લોકો રસ્તા ઉપર આવી પહોંચ્યા હતા. આમ આવા અનોખા લગ્ન સુરત શહેરમાં ખાસ ચર્ચા નો વિષય રહ્યા છે. જેના કેટલાક ફોટાઓ પણ સામે આવ્યા છે. લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *