કરીના કપૂર, મલાઈકા અને અમૃતા અરોરા રેસ્ટોરન્ટ બહાર જોવા મળ્યા આ રીતે ત્રણેય નો ગ્લેમર લુક જોઈ તમે પણ, જુઓ ખાસ તસવીરો.
બોલિવૂડના સ્ટાર કોઈને કોઈ બાબતે સમાચારોમાં હેડલાઈન બનાવતા રહે છે. બોલીવુડના સ્ટાર હોવાની સાથે સાથે એકબીજાના અંગત મિત્રો પણ છે. ખાસ કરીને લોકો જાણે છે તેમ કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરા ત્રણેય વચ્ચેની મિત્રતા ખાસ સમાચારોમાં ચર્ચાનો વિષય રહે છે.
આ ત્રણેય અભિનેત્રીઓ વારેવારે હંમેશા એકબીજાને મળતી રહે છે અને મોજ મસ્તી કરતી રહે છે. એકબીજાના ફોટાઓ પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરતા જોવા મળે છે. ફરી એકવાર અભિનેત્રી કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા એક સાથે જોવા મળ્યા હતા. આ સમાચારની વાત કરવામાં આવે તો ત્રણેય અભિનેત્રીઓ એક રેસ્ટોરન્ટ માંથી બહાર નીકળતી જોવા મળી હતી અને તેની સાથે ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને અન્ય મિત્રો પણ જોવા મળ્યા હતા.
એક સાથે રેસ્ટોરન્ટ માંથી બહાર નીકળતા ની સાથે જ કેમેરા સામે એક થી એક ચડિયાતા પોઝ આપ્યા હતા અને સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયેલી જોવા મળે છે. અભિનેત્રીઓના લૂકની વાત કરવામાં આવે તો કરીના કપૂર ખાને એલ્યુ પ્રિન્ટેડ જેકેટ પહેરેલું છે જેમાં તે ખૂબ જ ગ્લેમર લાગી રહી છે તો તેની સાથે તેને ટીશર્ટ અને બ્લેક જેકેટ પહેરેલું છે.
તો મલાઈકા અરોરાએ ગ્રે કો ઓરડીનેટ સેટ અને અમૃતા અરોરા એ ફૂલ સ્લીવ વાળુ ટોપ અને લેધર જેકેટ સાથોસાથ કાળા કલરની હિલ્સમાં જોવા મળી રહી છે. આ વિડીયો અને ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે અને ત્રણેય અભિનેત્રીઓના ખૂબ વખાણ કરી રહ્યા છે. આમ બોલીવુડના સ્ટાર અવારનવાર સમાચારોમાં છવાયેલા રહે છે. ચાહકોને પણ આ ત્રણેયની મિત્રતા ખૂબ પસંદ આવી રહી છે અને આ ફોટોને ખૂબ લાઈક કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!