ખેતર માં કામ કરતા દાદી એ કરી પ્રથમ વાર હવાઈ સફર દાદી ના ચહેરા ના હાવભાવ જોઈ આંખો ભીની થઇ જશે, જુઓ વિડીયો.
આપણા ભારતમાં કેટલાક લોકો ખાસ કરીને ગામડામાં વસતા લોકો માંડ કરીને બે ટક નું ભોજન મેળવી શકતા હોય છે. એટલે કે ગામડામાં વસતા લોકોમાં ખાસ મોટું પ્રમાણ ગરીબીનું જોવા મળે છે. એવામાં કેટલાક એવા લોકો હોય છે કે જેના માટે હવાઈ સફર કરવી એક સપનું બની રહેતું હોય છે.
ક્યારેક આવા લોકો સૌ પ્રથમવાર પ્લેનમાં બેસતા હોય છે ત્યારે તે લોકોના ચહેરા જોવા જેવા હોય છે. આજકાલ ખેતરમાં કામ કરતા એક દાદી નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ દાદી વાસ્તવમાં એક youtubeર છે કે જે પોતાના રમુજી વિડિયો અને કારણે સોશિયલ મીડિયા ઉપર લોકોના ચાહક બની ગયા છે. હાલમાં આ દાદીનો ફરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તે દાદી સૌપ્રથમવાર હવાઈ મુસાફરી કરતા જોવા મળે છે. દાદી નું નામ ગંગવવા મિલકુરી છે તે હૈદરાબાદથી થોડા કિલોમીટર દૂર એક નાના એવા ગામમાં રહે છે. વીડિયોની વાત કરવામાં આવે તો આ દાદીએ સૌપ્રથમ ફ્લાઈટમાં મુસાફરી કરી તેનો વિડીયો સામે આવી રહ્યો છે. વીડિયોમાં તમે લોકો જોઈ શકો છો તેમ દાદી સૌપ્રથમવાર પ્લેનમાં બેસે છે.
View this post on Instagram
અને તે પ્લેનમાં બેસતા ની સાથે પોતાના ચહેરાના ભાવ બદલાતા રહે છે. ક્યારેક બારીને બહાર જોવે છે તો ક્યારેક કોઈ સાથે વાતો કરે છે અને જાણે ક્યાં સૌ પ્રથમવાર તેનો અનુભવ હોય તે રીતે તે મહેસુસ કરી રહ્યા છે અને છેલ્લે પ્લેનમાંથી નીચે ઉતરતા સમયે ડાન્સ કરવા લાગે છે. દાદી તેલુગુ ભાષામાં બધું બોલી રહ્યા છે પરંતુ દાદીના મોઢાના હાવ ભાવ જોઈને લોકોને ખૂબ મજા આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!