સગાઇ તૂટ્યા બાદ કિંજલ દવે એ સ્ટોરી મૂકી વ્યક્ત કરી વ્યથા ! હિન્દી શાયરી કરી શેર જેમાં લખ્યું છે કે, જુઓ ખાસ તસ્વીરો.
ગુજરાતની ગાયક કલાકાર એવી કિંજલ દવે કે જે હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખાસ ચર્ચાનો વિષય બની રહે છે. કિંજલ દવે ની સગાઈ તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે પાંચ વર્ષ પહેલા કરવામાં આવી હતી પરંતુ અચાનક પવન જોશી અને કિંજલ દવે ની સગાઈ તૂટી જવાના સમાચાર સામે આવ્યા હતા.
જેના બાદ ચાહકો માં પણ નિરાશાનો માહોલ છવાયો હતો. આ સમાચાર પછી કિંજલ દવે દ્વારા હજુ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ કિંજલ દવે દ્વારા હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક સ્ટોરી મૂકવામાં આવે છે. જેમાં તેણે એક હિન્દી શાયરી લખીને પોતાની વ્યથા વ્યક્ત કરી હોય તેવું લાગી રહ્યું છે.
આ સ્ટોરીની વાત કરીએ તો કિંજલ દવે એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર સ્ટોરી મૂકી છે જેમાં તેને તેની તસવીર મૂકી છે અને તેમાં એક શાયરી લખી છે જેમાં લખ્યું છે કે સબકો મિલ જાયેગી મંઝિલ યહા જરૂરી તો નહીં જિંદગી રાહ એ સફર હૈ તુમ યહી ચલતે રહેના ચિરાગો કી તરહ રાહ મેં જલતે રહેના હર અંધેરે કો ઉજાલો મેં બદલતે રહેના. આમ કિંજલ દવે ઘણા સમય બાદ આ સ્ટોરી મૂકી જેના બાદ ચાહકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
કિંજલ દવે ની સગાઈ તૂટવાનું મુખ્ય કારણ સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું કે કિંજલ દવે ની સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. એટલે કે તેના ભાઈ આકાશ દવેની સગાઈ પવન જોશી ની બહેન સાથે થઈ હતી. પરંતુ પવન જોશીની બહેને અન્ય સાથે કોર્ટ મેરેજ કરી લેતા આ સગાઈ તૂટી ગઈ હોવાની હાલમાં વાત સામે આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!