આ ગામમાં યુવકે એક જ મંડપમાં બે સગી બહેનો સાથે પ્રભુતામાં પગલાં માંડયા ! કારણ જાણી તમે પણ વખાણ કરી થાકી જશો…જાણો પુરી વાત
મિત્રો આમ તો જો વાત કરવામાં આવે તો આખા ભારત દેશની અંદરથી અનેક એવા અનોખા લગ્નના કિસ્સાઓ આપણી સામે આવતા હય છે જેના વિશે જાણ્યા બાદ આપણને અમુક વખત ગર્વ થતો હોય છે તો અમુક વખત શરમિંદગી પણ થતી હોય છે. એવામાં આજે અમે એક એવા જ લગ્ન વિશે તમને જણાવા જઈ રહયા છીએ જેના વિશે જાણીને થોડોક સમય તો તમને આંચકો લાગશે પરંતુ પછી તમે પણ વખાણ કરવા લાગશો.
રાજસ્થાનમાં બે બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કરીને પોતાનું જીવન આગળ વધાર્યું હતું, હવે આવું શા માટે કર્યું હશે તે પાછળનું કારણ પણ ખુબ જ ચોંકાવી દેતું છે. કારણ જાણીને સૌ કોઈ પ્રસન્ન જ થઇ ગયું હતું. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે રાજસ્થાનના ટોંક જિલ્લામાં આવેલ ઉડિયારાના મોરઝલા ગામની અંદર આવા અનોખા લગ્ન જેમાં વરરાજા હરિ ઓમ મીણા એક સાથે બે બહેનો સાથે લગ્ન કર્યા હતા. જેમાં એક બહેને ઉર્દુમાઁ માસ્ટર કમ્પ્લીટ કર્યું હતું જયારે બીજી બહેન ફક્ત આઠ સુધી ભણેલ હતી.
બાબુલાલ મીણાની મોટી દીકરી એવી કાંતાને હરિ ઓમ સાથે લગ્નનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો પરંતુ આ પ્રસ્તાવ માનતા પેહલા કાંતા એ એક શર્ટ મૂકી હતી કે તેની નાની બહેન માનસિક રૂપથી અસ્થિર મગજની છે આથી શરૂઆતથી તેની તમામ પ્રકારની સાર સંભાળ કાંતા જ રાખે છે, આથી લગ્ન બાદ તે સાથે જ રહે તે માટે થઈને પતિને નાની બહેન સુમન સાથે પણ લગ્ન કરવા પડશે.
વરરાજાના પરિવારજનો તથા હરિ ઓમ પોતેએ પણ આ શરતને માન્ય રાખતા બંને બહેનો સાથે લગ્ન કરી લીધા હતા.સ્નાતક પાસ હરિ ઓમ અને એમએ પાસ કાંતા હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, આવા અનોખા લગ્ન વિશે હરિ ઓમનું કેહવું છે કે તેઓ બંને બહેનો સાથે લગ્ન કરીને ખુશ છે, ને એવી જવાબદારી પણ લે છે કે હું કોશિશ કરીશું કે આ લગ્નમાં તેઓ બંને ખુશ રહે.