‘અનુપમા’ ફેમ એવી રૂપાલી ગાંગુલી પોતાના એક એપિસોડ માટેના એટલી ફીસ વસુલે છે કે આંકડો જાણી તમને આંચકો જ લાગી જશે….જાણો
ટીવી જગતનો સૌથી પોપ્યુલર શો માનવામા આવતા ‘અનુપમાં’ શોને હાલના સમયમાં ખુબ વધારે લોકો પ્રેમ આપી રહ્યા છે. રોજ શો શરૂ થાય તેની સાથે જ લોકો ટીવી સામે બેઠી જતા હોય છે જયારે અનેક લોકો ફોન દ્વારા તેના આ શોના અનેક એવા એપીસોડો નિહાળી લેતા હોય છે. આ શોની ફેમ રૂપાલી ગાંગુલીએ પણ પોતાના અનુપામાંના પોતાના આ પાત્રથી લોકોના દિલોમાં અલગ રીતે જ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
રૂપાલી ગાંગુલીને વર્તમાન સમયમાં ઘરે ઘરે લોકો ઓળખી રહ્યા છે,આ અભિનેત્રીની એટલી બધી પ્રખ્યાત થઇ ચુકી છે કે હવે તે રોજબરોજના જીવનમાં બહાર નીકળે છે તો પણ તેઓને લોકો અનુપમા કહીને બોલાવતા હોય છે. પરંતુ શું તમે અનુપામાં વિશેની આ વાતને જાણો છો? તમને ખબર છે અનુપમા એક એપિસોડના કેટલા રૂપિયા વસુલે છે? ના ઘણા ઓછા લોકો હશે જે આ વાતને જાણતા હશે.તો ચાલો તમને જણાવી દઈએ.
તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી હાલના સમયની સૌથી વધારે ફીસ લેતી ટીવી અભિનેત્રી બની ચુકી છે,આથી જ તે કમાઈના મામલામાં બીજી અનેક અભિનેત્રીઓને પાછળ છોડી ચુકી છે. તમને જાણતા આંચકો લાગશે કે અનુપમા શોના એક એપિસોડ કરવા બદલ રૂપાલી ગાંગુલી 3 લાખ રૂપિયા જેટલી તગડી ફીસની વસુલાત કરી રહી છે. ખરેખર આ આંકડો ખુબ જ મોટો છે, એક એપિસોડના એટલા બધા એટલે હવે તમે તેની મહિનાની આવક તો આંકી જ શકશો.
જયારે શોની શરૂઆત થઇ હતી ત્યારે રૂપાલી ગાંગુલી એક એપિસોડના ફક્ત દોઢ લાખ રૂપિયા ફી વસુલતી હતી પરંતુ બાદમાં શોની લોકપ્રિયતા અને પ્રખ્યાતતા જોઈને તેણે પોતાની ફિસમાં વધારો કર્યો હતો અને 3 લાખસુધીની કરી દીધી હતી.રૂપાલી ગાંગુલીનો આ પેહલો શો નથી આની પેહલા પણ આવા અનેક હિટ શો રૂપાલી ગાંગુલી આપી ચુકી છે જે ખુબ હિટ રહયા હોવાની સાથો સાથ લોકોને પણ ખુબ વધારે નજરે પડ્યા હતા.