આકાશ અંબાણી-શ્લોકા મેહતાએ પોતાની દીકરીનું નામ એવું રાખ્યું કે જાણી તમે વખાણ કરતા નહીં થાકો ! ખરેખર નામ હોઈ તો આવાજ…
મુકેશ ભાઈ અંબાણી અને તેમનો અંબાણી પરિવાર હમેશા કોઈને કોઈ વાતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચિત રહેતો જ હોય છે. રોજબરોજની અંબાણી પરિવારને લઈને અનેક એવી ખબરો સામે આવતી હોય છે, એવામાં તમને જણાવી દઈએ કે 31 મેં 2023ના રોજ આકાશ અંબાણી ફરી એક વખત પિતા બન્યા હતા. જણાવી દઈએ કે આ તારીખે અંબાણી પરિવારની અંદર એક દીકરીનું આગમન થયું હતું.
એવામાં દીકરીનો જન્મ થતા અનેક લોકોએ આકાશ અંબાણીને આ ખુશખબરી અંગેની શુભેછા પાઠવી હતી, એવામાં સૌથી રસપ્રદ કોઈ વાત ગણવામાં આવે તો તે હતી આ દીકરીનું નામ શું પડશે? તો આ અંગેની ખબર પણ હાલ સામે આવી ચુકી છે.તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારમાં સ્વાગત થયેલી નવી દીકરીનું નામ તેની માતા સાથેના નામ સાથે જ ખુબ સારો સબંધ ધરાવે છે.
એવામાં 9 જૂનના રોજ અંબાણી પરિવારના ચિરાગ એવા પૃથ્વી આકાશ અંબાણીએ પોતાના હસ્તક એક પિક્ચર નોટ શેર કરી હતી જેમાં અંબાણી પરિવારની દીકરીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. તમને જાણતા નવાય લાગશે પરંતુ આકાશ-શ્લોકાએ પોતાની આ નાની દીકરીનું નામ ‘વેદ’ રાખ્યું છે, ખરેખર આ નામ ખુબ વખાણલાયકે છે કારણ કે આ નામ આપણી ભારતીય સંસ્કૃતિને પણ યાદ કરાવે છે.
તમને ખબર જ હશે કે ભારતના પુરાણા ઇતિહાસમાં કુલ ચાર વેદો હતા જેમાં જીવનને લગતા અનેક શ્લોકો તથા સીખ આપવામાં આવી હતી. આમ વેદોની અંદર શ્લોક રહેલા હોય છે, આ રીતે વાત કરીએ તો આ વાતને ધ્યાનમાં રાખીને જ શ્લોકા મહેતાએ પોતાની દીકરીનું નામ વેદ રાખ્યું હોય તેવું લોકોનું માનવામાં આવી રહ્યું છે. આ અંગેનું એક કાર્ડ પણ હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે જેમાં દીકરીનું નામ તથા અંબાણી પરિવારના અનેક સદસ્યોના નામ પણ કાર્ડમાં શામેલ છે.