Entertainment

કપિરાજે પેહલા પોતાનું મુખડું ગાડીના કાચમાં જોયું અને પછી એવું રિએક્શન આપ્યું કે વિડીયો જોઈ તમે પેટ પકડી હસી પડશો…જુઓ વિડીયો

Spread the love

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જે ખુબ જ ફની હોવાની સાથો સાથ આશ્ચર્યમાં મૂકી દેતા પણ હોય છે. એવામાં સોશિયલ મીડિયા વિશે વાત કરીએ તો અનેક વખત કપિરાજના ખુબ અનોખા અને ફની વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા હોય છે જે સોશિયલ મીડિયા યુઝરોને પણ ખુબ જ વધારે પસંદ આવે છે.
કપિરાજ સાથે જોડાયેલ અનેક વિડીયો ઈનસ્ટાગ્રામ પર ખુબ જ વધારે પસંદ કરવામાં આવે છે, એવામાં હાલ instagram ના માધ્યમથી એક આવો જ અનોખો વિડીયો સામે આવ્યો છે જેમાં કપિરાજ બાઈક સાથે એવી એવી હરકતો કરવા લાગે છે કે તે જોઈને તમારૂ પણ હાસ્ય છૂટી જશે, એટલું જ નહીં વિડીયો એટલો હસાવી દેતો છે કે લોકોને હાલના સમયમાં તે ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક કપિરાજ ઉભેલી બાઈક પર ચડી જાય છે અને તેની સીટ પર બેસીને અનોખા નખરા કરવા લાગે છે, એવામાં આવા નખરા કરતા કરતા જ તે બાઇકના કાચમાં જોવા લાગે છે. એક વખત કાચમાં જોયા બાદ આ કપિરાજ વારંવાર કાચમાં જોવા લાગે છે. વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે આ કપિરાજને પોતાનો જ ચેહરો ખુબ વધારે પસંદ આવી રહ્યો છે.

હાલના સમયમાં આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે, લાખો લોકોએ આ વિડીયોને જોઈ લીધો છે જ્યારે હજારો લોકોએ આ વિડીયો જોયા બાદ ખુબ અલગ અલગ કમેન્ટ પણ મારી છે. જેમાં એક યુઝર ફની અંદાજમાં લખતા કહે છે કે ‘કપિરાજ તેની જ સુંદરતા જોઈને શરમાય ગયા’ જ્યારે બીજો એક યુઝર જણાવે છે કે ‘આ વાંદરો સ્ટાઈલીશ વાંદરો કે જે વારંવાર કાચમાં જોઈ રહ્યો છે.’આવી અનેક ફની કમેન્ટ સોશિયલ મીડિયા યુઝરો લખી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ❤LIFELINE🙏 (@ram_maurya55555)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *