અંકિત લોખંડે અને વિકી જૈન એ પોતાના ‘નયા આશિયાના’ ઘરમાં કરેલી પૂજાની આ ખાસ તસવીરો શેર કરી ! જુઓ આ તસવીરો
ટીવી ઇન્ડસ્ટ્રીના લોકચાહિતા અભિનેત્રી તથા અભિનેતા એવા અંકિત લોખંડે તથા વિક્કી જૈનની જોડી જેટલો ઓન સ્કિન સારી લાગે છે તેની સાથો સાથ ઓફ સ્ક્રીન પણ તેઓએ પોતાની ખુબ સારી રીતે જોડી જમાવી ચુકી છે. આમ તો તમને ખબર હશે કે આ ક્યૂટ કપલે લગ્ન કરી લીધા હતા જે બાદથી તેઓ રોજબરોજ ચર્ચામાં આવવા લાગ્યા હતા, વાત કરવામાં આવે તો વિક્કી તથા અંકિત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક એવી તસવીરો શેર કરતા જ રહે છે.
અંકિત તથા વિક્કીના ચાહકો અનેક જગ્યાએ તેમને સપોર્ટ કરતા જોવા મળતા હોય છે એટલું જ નહીં તેઓના સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે ચાહકો થઇ ચુક્યા છે, તેઓ ક્યારેય પણ પોતાની કોઈ પણ તસ્વીર કે વિડીયો શેર કરતાની સાથે જ તે ખુબ વધારે વાયરલ થઇ જતો હોય છે, એવામાં તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં 10 જૂનના રોજ નયા આશિયાના નામનું એક ઘર ખરીદ્યું હતું જેમાં તેઓને રહીને એક વર્ષ પણ થઇ ચૂક્યું હતું, એવામાં તેઓએ 10 જૂન 2023 ના રોજ પોતાના સપનાના ઘરમાં પેલી સાલગીરાની ઉજવણી કરી હતી.
આવા અવસર પર અંકિત તથા વિક્કીએ પોતાના ઘરમાં એક નાની એવી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કપલ ખુબ વધારે ખુશ જોવા મળ્યું હતું, આ અંગેની અનેક તસવીરો અંકિતા લોખંડેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી હતી જેમાં તે ટ્રેડિશનલ સાડીમાં જોવા મળી હતી અને ખુબ સુંદર પણ લાગી રહી હતી એવામાં વિક્કી જૈનએ પણ ટ્રેડિશનલ કપડા પેહર્યા હોય તેવો દેખાયો હતો.
આ ક્યૂટ કપલની અનેક તસવીરો હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ વધારે વાયરલ થઇ રહી છે અને લોકોને તો ખુબ વધારે પસંદ આવી રહી છે, તસવીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી ગુલાબી રંગની બનારસી સાડી પેહ્રીને પૂજા કરી રહી છે અને તમામ રસમો પણ નિભાવી રહી છે. અંકિત લોખંડેનું આવું લુક જોયા બાદ સોશિયલ મીડિયાના અનેક એવા યુઝરો ઘાયલ જ થઇ ચુક્યા હતા..
અંકિત લોખંડેની તો વાત થઇ ચુકી પણ હવે વિક્કી જૈન વિશે જો વાત કરવામાં આવે તો તેણે પણ ગ્રીન રંગનો કુર્તુ પેહરીને ખુબ હેન્ડસમ લુક આપતા જોવા મળ્યો હતો, એટલું જ નહીં તે અંકિત સાથે ખુબ જ સુંદર તથા ક્યૂટ અંદાજમાં પોઝ દેતા નજરે પડ્યો હતો. પોતાના નવા ઘરમાં એક વર્ષ વિતાવી નાખતા અંકિત તથા વિક્કી ખુબ ખુશ જોવા મળી રહ્યા હતા તેમના ચેહરા પર એક અલગ પ્રકારની જ રોનક જોવા મળી હતી.