EntertainmentGujarat

કુદરતની ભયાનકતા સામે આ વ્યક્તિ અખતરો કરવા ગયો એવું પરિણામ મળ્યું કે હવે જીવનભર ક્યારેય નહીં ભુલાય…જુઓ આ વિડીયો

Spread the love

મિત્રો હાલના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વર્તમાન સમયમાં વાવાઝોડાનો ખતરો આપણા રાજ્ય પર મંડરાય રહ્યો છે, એવામાં જો વાત કરવામાં આવે તો દ્વારકા તથા કચ્છના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર ભારે રેહવાની છે તેવું માનવામાં આવી રહ્યું છે. આ વાવાઝોડાને પગલે જ દરેક કાંઠાના વિસ્તારોમાં ભારે કરન્ટ જોવા મળ્યો હતો અને દ્વારકાના દરિયાકાંઠે તો જાણે 10થી15 ફૂટ જેટલા ઉંચા મોજા ઉડયા હતા.

એવામાં આવા વાવાઝોડા સબંધિત અનેક એવા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેમાં અમુક એવા હોય છે જે કુદરતની આફતને બતાવતા હોય છે જ્યારે અમુક વિડીયો એવા પણ હોય છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિને આશ્ચર્યમાં જ મુકાતા હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે.

હાલ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં દ્વારકા દરિયાના કાંઠે એક વ્યક્તિ બેઠેલો છે, દરિયો એકદમ ગાંડો તુર બનેલો છે તેમ છતાં આ વ્યક્તિ ત્યાં બેઠેલો જોવા મળે છે. હવે આ જોઈને તમને પણ મનમાં ફક્ત એક જ સવાલ ઉઠશે કે આને કોઈ બીક કે ડર નહીં લાગતો હોય. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે દરિયા માંથી અચાનક જ મોટું પાણીનું મોજું આવે છે જે આ વ્યક્તિને પણ નીચે પાડી દે છે.

દરિયાના મોજા કરતા વધારે તો આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હતું કારણ કે આટલી ભયાનક આફત સામે આ વ્યક્તિ આમ ખુલ્લી છાતીએ બેઠ્યો છે, આ એક ગાંડાપણું પણ કહી શકાય કારણ કે ક્યારેય પણ કુદરત સાથે કોઈ પ્રકારના અખતરા કરવા જોઈએ નહીં, તેમાં જીવ પણ જઈ શકે છે. આ વિડીયો હાલ ઇન્સ્ટાગ્રામ દ્વારા ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વિડીયો જોયા બાદ મોઢામાં જ આંગળા નાખી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *