Religious

શું તમને ખબર છે ? ગાયને રોજ રોટલી ખવડાવાથી થાય છે આ આ ફાયદા, વિશ્વાસ ન આવે તો અજમાવી જુઓ એક વખત…..

Spread the love

હિન્દૂ ધર્મ વિશે જો વાત કરવામાં આવે તો ગાયને હિન્દૂ ધર્મમાં ખુબ પવિત્ર માનવામાં આવે છે, એટલું જ નહીં કહેવામાં આવે છે ગાયોની અંદર 33 કરોડ દેવી દેવતાઓના દર્શન થઇ જતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમન ગાયને રોટલી ખવડાવવાના ક્યાં ક્યાં ફાયદા થાય છે તે અંગેની વાત લઈને આવ્યા છીએ. તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં પણ આ અંગેની અનેક જાણકારી આપવામાં આવી છે જેમાં ગાયને શું ખવડાવું અને કેવી રીતે ખવડવો તો તેના ફાયદા મળી રહે.

જો તમે રોટલી બનાવતી વખતે તેનો લોટ બાંધતા હોવ તો સૌ પ્રથમ તમારે એ જ વિચાર મનમાં રેહવો જોઈએ કે પેહલી રોટલી ગાય માટે બનવી જોઈએ અને તેને જ ખવડાવી જોઈએ. તમારી ઈચ્છા હોય તો તમે એક કરતા વધારે રોટલી પણ ગાયને ખવડાવી શકો છો. આમ તો સામાન્ય લોકો ગાયને વાસી રોટલી અથવા તો વધેલી રોટલી ખવડાવતા હોય છે જે સારી વાત નથી કારણ કે જેમ બને તેમ ગાયને પણ ગરમ રોટલી ખવડાવી જોઈએ.

તમે આ માહિતીથી તો અજાણ જ હશો કે જયારે પણ તમે ગાયને રોટલી ખવડાવા જાવ ત્યારે રોટલી સામાન્ય ન હોવી જોઈએ, તેમાં ગઈ તથા અમુક વખત આવા રોટલીની અંદર ગોળના ટુકડાને પણ નાખવા જોઈએ, જો તમે આવું કરશો તો તમને ભગવાન સારું ફળ આપશે તેમ જ ભગવાન તમારી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરશે. તમને જણાવી દઈએ કે ગાયને સવારે તથા સાંજના સમયે પણ રોટલી આપી શકાય છે તે રોટલી આપવા અંગે કોઈ ચોક્કસ સમય રહેલો હોતો નથી.

શાસ્ત્રોને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો ગાયને રોટલી ખવડાવાથી ઘરમાં બરકત બની રહી છે અને ઘરમાં લક્ષ્મીનું પણ આગમન થતું રહે છે, એટલું જ નહીં આવું કરવાથી કરિયર તથા બિઝનેશમાં પણ ઘણો ફાયદો થાય છે. ગાયને રોટલી ખવડાવાથી ભાગ્ય પણ ખુલ્લી જતા હોય છે, ગાયને રોજ આવી જ રીતે રોટલી ખવડાવાથી ઈશ્વરની કૃપા પણ આપણી પર બની રહે છે. આવું સેવાનું કાર્ય કરવાથી મન શાંત તેમ જ સ્થિર પણ બન્યું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *