ગુજરાતની કચ્છી કોયલ એવા ગીતાબેન રબારીએ ઈંગ્લેન્ડમાં પોતાનો વટ પાડી દીધો ! રાજભા ગઢવી પણ દેખાયા સાથે..જુઓ તેમણે શેર કરેલી આ ખાસ તસવીરો
કયો એવો વ્યક્તિ હશે જે ગીતાબેન રબારીને નહીં ઓળખતું હોય? કચ્છી કોયાલના નામથી ઓળખાતા ગીતાબેન રબારીના હાલ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં અનેક ચાહકો છે. ગીતાબેને આટલું મુકામ હાંસલ કરવા માટે જીવનમાં અનેક સંઘર્ષોતો કરેલા જ છે પણ તેની સાથો સાથ તેઓ અનેક એવી અગ્નિપરીક્ષાને પાર થઈને હાલ આ પ્રીસિદ્ધિ હાંસલ કરી લીધી છે.
‘રોણા શેરમાં’ જેવા અનેક ગુજરાતી ગીતો દ્વારા ગીતાબેને પોતાના મધુર અવાજનો રંગ તમામ ગુજરાતીઓ પર ચડાવી દીધો છે. વર્તમાનમાં તો ગીતાબેન રબારીના પ્રોગ્રામની વિદેશમાં પણ એટલી જ માંગ છે જેટલી કે આપણા ગુજરાતમાં છે. તમે અનેક વખત જોયું હશે કે ગીતાબેન વિદેશ પ્રવાસે જઈને અવારનવાર અનેક એવા પ્રોગ્રામો કરતા હોય છે.
એવામાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીના જ્યાં પણ પ્રોગ્રામ હોય છે ત્યાં તેના જબરા ચાહકો ખુબ વધારે તેમનો શો જોવા માટે જતા હોય છે, એવામાં હાલ ગીતાબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખાસ તસવીરો શેર કરી છે જેમાં તેઓ પ્રોગ્રામમાં ગીત ગાય રહયા હોય તેવું જરે પડી રહ્યું છે, એટલું જ નહીં ઠીક તેઓની પાછળ જ રાજભા ગઢવી પણ માઈક સાથે દેખાય રહ્યા છે.
આ તમામ તસ્વીરોને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, જણાવી દઈએ કે ગીતાબેન રબારીએ આ તમામ તસ્વીરોને પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા શેર કરી હતી જેમાં કેપશનમાં તેઓએ જણાવ્યું હતું કે ગઈ રાત્રીના રોજ leceter, england માં તેમનો કાર્યક્રમ હતો જેની ખાસ તસવીરો તમને શેર કરી રહી છું.
જો આ તસવીરો વિશે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી આ ડાયરાની અંદર ખુબ ટ્રેઈશનલ લુકમાં દેખાયા હતા અને પોતાની ગાયિકીના જાદુથી સૌ કોઈને પોતાના દીવાના જ બનાવી લીધા હતા.