અંબાલાલ પટેલ બાદ અશોકભાઈ પટેલ પણ ઉતર્યા આગાહીના મેદાનમાં ! ગુજરાતના હવામાનને લઈને કરી દીધી આ ચોંકાવનારી આગાહી….
ગુજરાત રાજ્યમાં જો વર્તમાન સમયમાં વાત કરવામાં આવે તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર મેઘરાજાની પધરામણી થઇ ચુકી છે જેમાં અનેક એવા સૌરાષ્ટ તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ અંગે તો અંબાલાલ પટેલ તથા ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી જ હતી જે સાચી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ ચોમાસુ ગુજરાતમાં સત્તાવાર રીતે આગમન કરી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે ગુજરાતના અડધા કરતા વધારેના વિસ્તારોમાં ચોમાસુ બેસી ચૂક્યું છે જયારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ,વેરાવળ,જૂનાગઢ બોટાદ તથા અમદાવાદ, ગાંધીનગર અને મહીસાગરમાં ગઈકાલે ચોમાસુ બેઠી ગયું હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો જયારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તો પેહલાથી જ વરસાદ પડી રહ્યો છે.
એવામાં અંબાલાલ પટેલની અનેક આગાહી બાદ અશોકભાઈ પટેલે ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી દીધી છે, અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર આવનાર 28 જૂનથી 4 જુલાઈ સુધીની તારીખમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે એટલું જ નહીં આ તારીખોમાં સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક ભાગોમાં પણ ચોમાસુ પ્રવેશ થઇ જશે અને મેઘરાજા પોતાનો રંગ જમાવશે.
26 જૂનથી 28 જૂન સુધી પ્રિ મોન્સૂન કામગીરીનો વરસાદ શરૂ રહેશે જે બાદ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતના હવામાન વિભાગો તથા અનેક હવામાન શાસ્ત્રીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના તથા દક્ષિણ ગુજરાતના અનેક એવા ભાગોમાં ચોમાસુ ખુબ સારું રહી શકે છે,ખેડૂતો માટે પણ હવામાન વિભાગ દ્વારા સારા સંકેત આપવામાં આવ્યા છે.