EntertainmentGujarat

દુબઇ જવાનું થતા કમાભાઈનું હદય ગદગદી ઉઠ્યું ! ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ચરણ સ્પર્શ કર્યા અને જય બોલાવી…જુઓ આ વિડીયો

Spread the love

બુદ્ધિ હોય તો જ આગળ આવાય એવું નથી. જો કોઈ સારું માણસ તમારો હાથ પકડી લે ને તો આપો આપ બુદ્ધિ આવી જાય. માણસને સાચા સાથની જરૂર છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ એટલેકોઠારીયાનો કમો. ખરેખર ગુજરાતમાં એક જ નામ ચર્ચામાં હતું માત્ર નમો પરંતુ હવે ગુજરાતમાં ચારેતરફ કમો કમો છવાયેલો છે. કીર્તિદાન ગઢવીએ કમાને જે સન્માન આપ્યું, ત્યારબાદ કમો લાઇમ લાઈટમાં આવ્યો.

જ્યારથી કિર્તીદાન ગઢવીએ કમાનુ પોતાના ડાયરામાં ચયન કર્યું ત્યારથી જ તે કમો સોશિયલ મીડિયા પર છવાયેલો હતો, જે બાદ થી અનેક એવા ડાયરાની અંદર કમાની હાજરી હોતી એટલું જ નહીં લોકોની ભારે ભીડ પણ કમાના ડાયરામાં એટલી બધી હોતી. ગુજરાતના અનેક એવા મોટા મોટા કલાકારોના ડાયરા કે કાર્યક્રમોમાં કમાની હાજરીથી ચાર ચાંદ લાગી જતા અને લોકો કમાને જોવા માટે જ ભારે સંખ્યામાં ઉમટી પડતા હતા.

એવામાં કમાની આવી પ્રસિદ્ધિ ફક્ત આપણા ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીને લીધે જ કમો એટલો બધો હાલ પ્રખ્યાત થઇ ચુક્યો છે. એવામાં કમો કિર્તીદાન ગઢવી સાથે વિદેશ પ્રવાસે થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવીનો ડાયરો દુબઈની અંદર આયોજન કરવામાં આવ્યો છે જ્યા કમાભાઈ પણ તેમના સાથે હાજર રહેવાના છે અને પોતાનો રંગ ડાયરામાં જમાવાના છે. એવામાં દુબઈમાં વસતા તમામ ગુજરાતીઓમાં પણ ભારે ઉત્સાહ છે કારણ કે કમાભાઈ તેમ જ કિર્તીદાન ગઢવી વિદેશમાં પણ રંગત જમાવશે.

એવામાં કિર્તીદાન ગઢવએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ કમાભાઈ સાથે એરપોર્ટ પર જોવા મળી રહયા છે. કમાભાઈ તથા કિર્તીદાન ગઢવીને જોવા માટે એરપોર્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે એવામાં વીડિયોમાં જોઈ શકાય છે કે કમાભાઈ કિર્તીદાન ગઢવીને ચરણ સ્પર્શ કરે છે અને ખુબ પ્રેમ સાથે ગળે લાગી જાય છે. આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *