India

યુવતીએ વાત કરવાનું બંધ કરી દીધી તો યુવક હેવાનિયતની હદો પાર કરી બેઠો ! રાહદારીઓ યુવતી માટે બન્યા ભગવાન..જુઓ વિડીયો

Spread the love

હજી થોડા સમય પેહલા જ એક ઘટના સામે આવી હતી જેમાં એક યુવકે યુવતીને રસ્તા પર જ ચાકુના એટલા બધા ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી કે ઘટના જાણી સૌ કોઈના મોતડા જ મરી ગયા હતા એવામાં આવી ઘટનાઓ આપણા દેશમાં વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક તરફી પ્રેમમાં અથવા તો અમુક વખત પ્રેમમાં મળેલા દગાને લઈને લોકો આવા ગુનાહિત કાર્યોને અંજામ આપતા હોય છે, એવામાં હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક યુવક યુવતીની પાછળ ધારદાર હથિયાર લઈને પડ્યો હતો,

જણાવી દઈએ કે આ ખોફનાક ઘટના પુણે માંથી સામે આવી છે જ્યા રોડ વચ્ચે જ એક યુવક ચાકુ લઈને યુવતી પાછળ દોડ્યો હતો અને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં રહેલા રાહદારીઓએ યુવતીનો જીવ બચાવી લીધો હતો. એવામાં આ ઘટના અંગેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોનો ગુસ્સો ફૂટી રહ્યો આ ઘટના ક્યાંની છે અને ક્યારે બનેલી છે તે અંગેની વધુમાં માહિતી તમને આપી દઈએ.

પોલીસ રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છેકે આ ઘટના પુણેના સદાશિવ પેઠના પેરગેટ વિસ્તારમાંથી સામે આવી છે જ્યા સવારે 10 વાગ્યાની નજીક આ ઘટના બની હતી. પોલીસ દ્વારા એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી તથા પીડિત યુવતી બંને એક કોલેજમાં અભ્યાસ કરતા હતા એવામાં યુવતીએ આ યુવક સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, એવામાં પીડિત યુવતી પોતાની સહેલી સાથે ટુ વીલ વાહનમાં ઘરે જઈ રહી હતી ત્યારે આ આરોપી યુવકે વાત કરવાની કોશિશ કરી હતી.

જે બાદ યુવતીએ વાત કરવાની ના પાડી દેતા યુવકનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને આ બાદ યુવક યુવતીને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેમાં પીડિત યુવતીની મિત્રએ યુવતીનો બચાવ કર્યો હતો અને આ આરોપી યુવકને રોકી રાખ્યો હતો આથી યુવતી ભાગવામાં સફળ રહી પણ તેમ છતા રાક્ષસ બનેલા આ યુવકે પોતાના બેગમાંથી ચપ્પુ કાઢ્યું અને યુવતીની પાછળ દોડવા લાગ્યો હતો એ તો યુવતીના સારા નસીબ કહેવાય કે ત્યાંના રાહદારીઓએ તેને બચાવી લીધી નહિતર યુવતી જીવિત ન હોત.

 

View this post on Instagram

 

A post shared by Be Harami (BH) (@be_harami)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *