ચોમાસામાં તમે પાણી પીવો તો જાળવી ને પીજો નહિતર થશે આ 10 વર્ષીય માસુમ જેવું!! બાળકનું કરુણ મૌત.. જાણો શું થયું?
હાલમાં ચોમાસુ આવ્યું છે ત્યારે વરસાદનું પાણી દરેક જગ્યાએ વહેતું જોવા મલી જાય છે અને આ વરસાદી પાણી નદી, નાળામાં ભળીને રિફ્રેસ થઈને ઘરે આવતું હોય છે. જેઓ આપણે પીવામાં અને વપરાશમાં ઉપયોગ કરતાં હોઈએ છીએ. ત્યારે આવા ચોમાસાના ગંદા પાણી એ એક 10 વર્ષના માસુમનો જો લીધા નો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં આ કિસ્સો કેરલ ના થિરૂવાન્ત્પુરમ નો છે
જ્યાં ચોમાસાના દૂધિત પાણીથી નહાવાના કારણે નાક વાટે પાણીમાં રહેલ બેક્ટેરિયા સમાન ગણાતું જીવ અમીબા એક બાળક ના મગજ સુધી પહોચી ગયું હતું જેના કારણે તે માસૂમ નું અવસાન થયું છે. આમ રાજ્યના અલ્પપૂઝા માં દૂષિત પાણીના કારણે કોઈનું અવસાન થયું હોય એવો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 10 વર્ષના ગુરુદત્ત નામના વિધ્યાર્થી ને પ્રાઇમરી એમેબિક મેનિન્ગોએન્સફ્રાલીટીસ ચેપ હતો.જેના કારણે તે માસૂમ બાળક ને તાવ આવ્યો હતો અને અચાનક જ તેના શરીરમાં તાણ ની સ્થિતિ સર્જાઈ હતી.
જેના કારણે તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના મગજમાં અમીબા ના લીધે એક ચેપ સેજાઈ ગયો હતો. જેના લીધે તે વિધ્યાર્થી નું અવસાન તહયું હતું. તે રાજય ના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ એ જણાવ્યુ હતું કે પાણીમાં રહેલ સુક્ષ્મ જીવ અમીબા નાક વાટે શરીરમાં પ્રવેશે છે અને પછી તે મગજ સુધી પહોંચે છે અને મગજને ખાવાનું ચાલુ કરતા વ્યક્તિનું થોડા સમયમાં જ મૃત્યુ થાય છે. અમીબા પાણીમાં સ્થિર રહે છે અને પાકની પાતળી ચામડી મારફતે તે પ્રવેશ કરે છે.
અત્યાર સુધીમાં આ પ્રકાર ના 5 કેસો કેરલ માં જોવા મળી આવ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમીબા નામનું બેક્ટેરિયા નાના ઝરણા માં અને ખાસ કરીને માટીવાળા પાણીમાં વધારે જોવા મળે છે કેમકે તે ત્યાં વસવાટ કરે છે. ચોમાસા દરમિયાન અમીબા નું પ્રમાણ વધી જાય છે જેને બ્રેઇન ઇટિંગ અમીબા તરીકે ઓળખાય છે. આ માત્ર દૂષિત પાણી પીવાથી ચેપ થાય એવું નથી પરંતુ જો આ અમીબા નાક વાટે શરીરમાં પર્વશી જાય તો તે વ્યક્તિના મગજમાં પહોચીને જીવલેણ સાબિત થઈ શકે છે,