Gujarat

ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલે કરી આકરી આગહી! આ તારીખે મેઘો થશે ગાંડોતુંર… જાણો પુરી અગાહી વિશે

Spread the love

હાલમાં ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં દેશના ઘણા રાજ્યોમાં મેહુલિયાની સવારી નજર આવી ગઈ છે. તો ઘણી જગ્યાએ વરસાદે હજુ સુધી પોતાનું આગમન નોંધાવ્યું  નથી. આમ તો મેઘરાજા એ થોડો વિરામ લીધો હોય એમ લાગી રહ્યું હતું પરંતુ  હવે ફરી બીજા રાઉન્ડ માં મેઘરાજા પોતાની વાદલડી ને લઈને આવ્યા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે બીજા રાઉન્ડ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ પણ વરસાદ ને લઈને આગાહી કરી છે.

જેમાં મેહુલિયાના આ બીજા રાઉન્ડ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે. મેઘરાજાની સવારીને લઈને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 જુલાઇ થી 12 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ એ જણાવ્યુ કે બનાસકાઠા ના પાલનપુર , થરાદ અને વાવ માં ભારે વરસાદ થવાની આગાહી કહેવામા આવી છે. જેમાં 8 ઇંચ જેટલો વરસાદ પડસે તો ત્યાં જ મહેસાણા ના અમુક ભાગોમાં 4 ઇંચ સાથેના ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

સામિ, હારીજ, બેચરાજી, કડી અને ઘોચના માં અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસવાની  શક્યતાઓ છે. ત્યાં જ વડોદરા, આનંદ, સાવલી, કરજણ, અમદાવાદ ઉપરાંત પંચમહાલ અને ગોધરા માં પણ વરસાદ ભારે થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેહુલિયો પોતાની મહેર કરશે. જ્યાં વલસાડ, સુરત અને નવસારી જીલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળશે. પચ્ચિમ સૌરાસ્ટ્ર માં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યાં જામનગર અને પોરબંદર જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થાશે એવી સંભાવના છે.

જેમાં જામનગરના જિલ્લા ના ભાણવડ, ખંભાળિયા અને લાલપુર તાલુકામાં ભારે વરસાદની આગાહી દર્શાવી છે. આ સાથે જ અંબાલાલ પટેલ એ જણાવ્યુ છે કે આ વરસે તો વરસાદનું વહન બહુ જ જબરું છે. કોઈ ભાગમાં તો 12 ઇંચથી વધારે વરસાદ રહેશે. આ વખતે ભારે વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે. ત્યાં 4થી 15 ઇંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે, ભારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *