ગુજરાત હવામાન વિભાગની ખુબ મોટી આગાહી!! આજના દિવસે આ જિલ્લોને ધમરોળશે મેઘો…આ જિલ્લાઓમાં રેડ એલર્ટ…
હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જાણે મેઘરાજાએ પોતાનો બીજો રાઉન્ડ શરૂ કર્યો હોય એમ લાગી રહ્યું છે અને આ બીજા રાઉન્ડમાં મેઘરાજાની સવારી પૂર જોશમાં દરેક રાજ્યોમાં જોવા મળી રહી છે. મેઘરાજાએ બીજા રાઉન્ડ દરમિયાન ઘણા રાજ્યો માં ધમાકેદાર એન્ટ્રી કરી છે.. ત્યારે મોટાભાગના ખેડૂતો એ વાવણીનો શુભારંભ કરી દીધો છે, સૌરાસ્ટ્ર – કચ્છ સહિત ના ઘણા જિલ્લાઓમાં પણ મેહુલિયાનું આગમન જોવા મળી આવ્યું છે.
ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ એ જણાવ્યુ છે કે આજે રાજ્ય ના તમામ જીલ્લામાં વરસાદની આગાહી જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે આણંદ અને ભરૂચમાં મેઘરાજા ના ભારેથી અતિભારે પધરામણી થઈ શકે છે. વરસાદ ને લઈને હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદ માં મધ્યમથી ભારે વરસાદની સંભાવના દર્શાવી છે.
જ્યારે પંચમહાલ, વડોદરા, છોટા ઉદયપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર માં પણ મેઘરાજાની પધરામણી થઈ શકે છે. ત્યાં જ આવતીકાલે મંગળવાર ના રોજ આણંદ, ભરુચ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, પાટણ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, ભાવનગર, બોટાદ માં પણ વરસાદની આગાહી જોવા મળે છે.
અને બુધવારના રોજ ભરુચ, ભાવનગર, સુરત , નવસારી , વલસાડ, અમરેલી માં વરસાદની આગાહી છે. તમને જાણકારી માટે જણાવી દઈએ કે રાજ્ય પર બનેલી ત્રણ જેટલી સિસ્ટમના કારણે ગુજરાત ભરમાં મેઘમહેર થઈ રહી છે. ચાલુ વર્ષે ચોંમાસા ની રૂતુ આવતા જ રાજ્યોમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર એન્ટ્રી થી રાજયભરમાં સારો વરસાદ વરસાવતા ખેડૂતો ખુશી માં જોવા મળી આવ્યા છે.