Categories
India

સોનાના ભાવમાં થયો ફ્રી ઘટાડો તો ચાંદીના ભાવમાં આટલો વધારો!! જાણો શું છે સોના ચાંદી નો લેટેસ્ટ ભાવ…

Spread the love

હાલમાં વરસાદી મોસમ ની જેમ સોના ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી રહી છે. અને ઘણા લોકો એવા પણ જોવા મળ્યા છે કે જે સોના ચાંદીના ભાવ ઘટવાની રાહ જોઈને બેઠા છે જેનાથી જેવા ભાવમાં વધઘટ થાય કે તેઓ પોતાના પ્રસંગ માટે ખરીદી શકે. આમ તો ઘણા લોકો બજારમાં જઈને સોના ચાંદી ની ખરીદી કરવાનું પ્લાનિગ કરતાં હોય છે. ત્યારે આવા લોકો માટે બહુ જ મહત્વ ના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં bankbazar. com ની રિપોર્ટ અનુસાર આજે એટ્લે કે મંગળવાર ના રોજ મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલ માં સોના ની કિમત માં ઘટાડો નજર આવી રહ્યો છે. ભોપાલ માં 24 કેરેટ સોના ની કિમત 58150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યા છે જ્યારે 22 કેરેટ સોના ની કિમત 55380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યાં જ ચાંદી ની વાત કરવામાં આવે તો આજે ચાંદી ની કિમતમાં વધારો જોવા મળી રહ્યો છે.

સોના ના ભાવમાં થયો ફેરફાર

સોમવાર ના રોજ ભોપાલ ના સરાફા બજાર માં 22 કેરેટ સોના ની કિમત 55480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિમત 58250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. પાનતું આજે મંગળવાર ના રોજ સોના ની કિમત માં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના પછી બજારમાં આજે મંગળવાર ના રોજ 24 કેરેટ સોના ની કિમત 58150 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોના ની કિમત 55380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહી છે.

ચાંદીના ભાવમાં આવેલ ફેરફાર

ચાંદી ની વાત કરવામાં આવે તો આજે મંગળવાર ના રોજ ચાંદી ની કિમત માં વધારો જોવા મળી રહ્યો છે. મંગળવાર ના રોજ ચાંદી 76800 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ માં વેચાસે, જે સોમવાર ના રોજ ચાંદીની કિમત 76700 પ્રતિ 1 કિલોગ્રામ જોવા મળી આવી હતી.

સુધ્ધ સોનાની ઓળખ કરવાની રીત

આંતરરાસ્તરીય માનકીકરણ સંગઠન દ્વારા સોના ની શુધ્ધતા ઓળખવા માટે એક હોલમાર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોના ના ઘરેણાં પર 99. 9, 23 કેરેટ પર 95. 8, 22 કેરેટ પર 91. 6, 21 કેરેટ પર 87. 5 અને 18 કેરેટ સોના પર 75. 0 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટ માં વેચાય છે. ત્યાં જ ઘણા લોકો 18 કેરેટ નું સોનું ખરીદવું પણ પસંદ કરતાં હોય છે. અહી સોનું 24 કેરેટ કરતાં વધારે આવતું નથી અને જેટલું વધારે કેરેટ સોનું હશે એટલું જ સોનું સુધ્ધ હશે.

22 કેરેટ અને 24 કેરેટ સોનામાં રહેલ અંતર

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્વેલરી 24 કેરેટ સોનાથી બની શકતી નથી. એટલા માટે મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *