India

આખુ ગામ હિબકે ચડ્યું જયારે માતા-દીકરાની એક સાથે અંતિમયાત્રા નીકળી!! પુરી ઘટના જાણી રડવું આવી જશે,દીકરાની હત્યા થઇ તો માતાએ.

Spread the love

હાલમાં એવો કળયુગનો સમય ચાલી રહ્યો છે કે ક્યારે ક્યાથી મોત આવી જાય એ કોઈ કહી શકતું નથી. ઘણીવાર નાચતા નાચતા લોકો ભગવાન ના શરણે જય પહોચતા હોય છે. તો ઘણીવાર કોઈ વિદેશમાં અભ્યાસ કે કામ કરવા જતાં લોકોના આકસ્મિક અવસાન થયાના સમાચાર પણ સામે આવી જતાં હોય છે. ત્યારે કઈક આવો જ કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં વિદેશમાં અભ્યાસ કરતાં યુવાન દીકરાનું અવસાન થતાં માતા તેનું દુખ સહન કરી શકી નહીં અને તે પણ મોત ને વ્હાલ કરી બેઠી હતી.

2 વર્ષ પહેલા કેનેડા ભણવા માટે ગયેલ પંજાબ ના વિધ્યાર્થી ની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી જેના પછી જવાન દીકરાના આમ મોત ના સમાચાર આવતા જ ભારતમાં રહેતી માતા તેને સહન કરી શકી નહીં અને એવું પગલું ભરી લીધું કે બંને ના અંતિમ સંસ્કાર સાથે કરવામાં આવ્યા છે. વાસ્તવમાં ઘટના કઈક એમ બની હતી કે ગુરુવિંદર નાથ કે જે 24 વર્ષની ઉમર ધરાવતો હતો તેની કેનેડા માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

આ ઘટના થી આખું ગામ શોકમાં જોવા મળી આવ્યું છે. 9 જુલાઇના રોજ અજ્ઞાત લોકોએ ગુરવિંદર નાથ પર ગોળીબારી કરી દીધી હતી જેના પછી તેમણે હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને 14 જુલાઇ ના રોજ તેમનું અવસાન થયું હતું. દીકરાના મોત થયાની ખબર પહેલા માતાને આપવામાં આવી નહોતી પરંતુ જ્યારે આ દુખદ સમાચાર 50 વર્ષની નારીનદર દેવી ને આપવામાં આવ્યા તો તે સદમાં માં આવી ગઈ હતી.

જાણકારી મળ્યા અનુસાર તેમણે સદમાં માં જ કોઈ નશીળી દવાઓનું સેવન કરી લીધું હતું જેના કારણે તેમની હાલત બગડી ગઈ હતી, આથી તેમણે રોપદ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાથી તેમણે ડીએમસી લુધિયાણા માં રેફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન માતાનું પણ અવસાન થયું હતું. શનિવારના રોજ ગુરવિંદર નાથ ના શવ ને દિલ્લી એરપોર્ટ પર પહોચાડવામાં આવ્યું અને ત્યાર બાદ તેના પિતૃક ગામ લાવવામાં આવ્યું.

જ્યાં માતા અને દીકરા ના અંતિમ સંસ્કાર સાથે કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે ગુરવિંદર નાથ ટોરેટો ના એક કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો અને સાઇડમાં પીઝા ડિલિવરી નું કામ કરતો હતો. એક રાત્રે જ્યારે તે પોતાની કારથી પીઝા ડિલિવર કરવા માટે ગયો આતો ત્યારે જ બદમાશોએ તેને ઘેરી લીધો હતો અને ગોળીમારી દીધી હતી જેના બાદ તેની કાર લઈને ફરાર થઈ ગ્યાં હતા. માતા અને દીકરા ના અંતિમ વિદાઇ સમયે હજારો લોકો શામિલ થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *