Featured

૨૩ વર્ષની યુવતીને તેના દાદાની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો અને લગ્ન કરવા જઈ જ રહી હતી ત્યાં થયું એવું કે…..જાણો વિગતે

લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે ભગવાન જોડી બનાવીને મોકલતા હોય છે કોઈના હાથમાં કઈ હોતું નથી.દરેક લોકોને પોતાનો જીવનસાથી નસીબ થી જ મળતો હોય છે.જેના નસીબમાં જે લખ્યું હસે તે તેને મળીને જ રહેશે. આમ તો સોશિયલ મીડિયાની દુનિયામાં અવનવા કપલ ના કિસ્સાઓ જોવા મલી જાય છે જેમાં બહુ જ ઓછા કપલ ની જોડી પરફેક્ટ લુક આપતી હોય છે એટ્લે કે ઘણા કપલ ની ઉમરમાં વધારો ઘટાડો તો ઘણા કપલ ની સુંદરતામાં તો ઘણા લોકોની કદ અને બોડીમાં ફેરફાર જોવા મલી જાય છે તો ઘણા કપલ એવા પણ હોય છે જેની જોડી પરફેક્ટ લાગતી હોય છે,

 

પરતું હાલમાં સોશિયલ મીડિયામાં એક એવી જોડી જોવા મલી છે જે જોઈ દરેક લોકો હેરાન રહી ગયા છે.આ રિયલ સ્ટોરી સોશિયલ મીડિયા ની બહુ જ ખૂબસૂરત ઇન્ફ્લુએન્સર એરિકા  મોજર ની છે. જે 23 વર્ષની છે અને અમેરીકામાં જ રહે છે. જેની એક એક અદાઓ ના લાખો લોકો દિવાના છે.કરોડપતિ રિક નામના એક વૃધ્ધ વ્યક્તિ સાથે  એરિકા  ની મુલાકાત એક ડેટિંગ એપ પર થઈ હતી, આ એરિકા  ને 70 વર્ષના રિક સાથે પ્રેમ થયો હતો. આ બંને ની મુલાકાત પહેલીવાર થઈ ત્યારે જ એરિક રિક તરફ આકર્ષિત થઈ ગઈ હતી જેના પછી બંને એ મળવાનું શરૂ કરી દીધું.

લગભગ દોઢ વર્ષ સુધી એક બીજાને ડેટ કરતાં રહ્યા. આના પછી એરિકા  અને રિક ને એકબીજાનો સાથ એટલો બધો પસંદ આવવા લાગ્યો કે બંને એ પોતાના પ્રેમ ને અંજામ આપવા માટે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. બંને એ સાથે શોપિંગ પણ કરી પરંતુ લગ્ન ના દિવસે જ કરોડપતિ રિક જ્યારે વરરાજો બન્યો તે સમયે જ અચાનક એરિકા  પલટી ગઈ અને લગ્ન કરવા માટે પહોચી જ નહીં. સોશિયલ મીડિયા એનફ્યુએનસર એરિકા એ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે આચાનક જ તેને રિક જેને તે બહુ જ પ્રેમ કરતી હતી તેને લગ્ન વાળા દિવસે જ કેમ ધોખો આપ્યો.

એરિકા  એ જણાવ્યુ કે મને નથી ખબર કે હું મારાથી 46 વર્ષ મોટા વૃધ્ધ વ્યક્તિ ના પ્રેમ માં કઈ રીતે પડી ગઈ. પરંતુ લગ્ન ના અંત સમયે મને લાગ્યું કે હું આ લગ્ન કરીને મારુ જીવન બરબાદ કરી રહી છું. અને હું અત્યારે લગ્ન કરવા માંગતી જ નહોતી આથી મે લગ્ન ની કસમ તોડી નાખી. ટીવી સિરીજ ‘ મેરીંગ મિલિયન્સ 2021 માં એરિકા અને રિક નજર આવ્યા હતા. આ શો નો કોન્સેપ્ટ એ હતો કે આ જોડીમાં એક આમિર અને એક સામાન્ય માણસ હોવું જોઈએ. આ શો દરમિયાન જ બંને ના પ્રેમ ની શરૂઆત થઈ અને બહુ જ નજીક આવ્યા.

આટલું જ નહીં એરિકા એ એક પછી એક નેશનલ ટીવી શો પર પોતાની રિક સાથેના પ્રેમનો ખુલાસો પણ કર્યો હતો. એરિકા એ ટીકટોક પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેને જણાવ્યુ કે હું 70 વર્ષના રિક ની સાથે પ્રેમમાં પાડીને લગ્ન કરવાની હતી પરંતુ અંત માં મને હોશ આવી ગયો કે વાસ્તવમાં અમારા બંને વચ્ચે કઈ સમાન છે જ નહીં. અને હું તો હજુ લગ્ન કરવા માંગતી જ નથી. આથી લગ્ન વાળા દિવસે જ મે આ નિર્ણય લીધો અને હવે અમે બંને અલગ થઈ ગયા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *