ઇલિયાના એ આપ્યો પુત્ર ને જન્મ,શું ઇલિયાના ડીક્રુઝે BF માઇકલ ડોલન સાથે લગ્ન કર્યા છે? જાણો હકીકત
બોલીવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે 1 ઓગસ્ટ 2023 ના રોજ પોતાના લોંગ ટાઈમ પાર્ટનર ની સાથે પોતાના પહેલા બાળક ના રૂપમાં એક દીકરા નું સ્વાગત કર્યું છે. અભિનેત્રી એ પોતાના ફેંસ ને અપડેટ રાખવા માટે પોતાના બેબી બંપ ની તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. 5 ઓગસ્ટ 2023 ના રોજ ઇલિયાના એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી એક પ્યારી તસવીર શેર કરીને ખૂબખબરી જાહેર કરી હતી. તેને પોતાના બાળક ની પ્યારી તસવીર શેર કરતાં તેના નામનો ખુલાસો કર્યો.
અભિનેત્રી એ પોતાના દીકરાનું નામ ‘ Koa Phoenix Dolan ‘ રાખે છે. 5 ઓગસ્ટ 2023 ના રોજ ઇલિયાના ડીક્રુઝે ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી પોતાના બાળકની પહેલી તસવીર શેર કરી, આ તસવીર શેર કરતાં અભિનેત્રી એ દીકરાના યુનિક નામનો પણ ખુલાસો કર્યો હતો. તેની સાથે જ તેને લખ્યું કે ‘ કોઈ પણ શબ્દ એ કહી શકતું નથી કે અમે અમારા પ્યારા દીકરા નું આ દુનિયામાં સ્વાગ્ત કરતાં કેટલા ખુશ છીએ. દિલ બહુ જ ભરેલું છે. ઇલિયાના ડીક્રુઝે અને તેના પાર્ટનર એ પોતાના બાળકનું નામ ‘ Koa Phoenix Dolan ‘ રાખ્યું છે.
thebump. com ના અનુસાર Koa શબ્દ પ્રશાંત મહાસાગર દ્રીપ પર રહેનારા અથવા પોર્લિનિશિયન મૂળનો છે. જેનો અર્થ ‘ યૌધ્ધા અથવા બહાદુર ‘ થાય છે. લિયાના ના માતા બનવા ની વચ્ચે એક રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો છે કે તે પહેલા જ પોતાના બોયફ્રેંડ સાથે લગ્ન કરી ચૂકી છે. સૂત્રો એ લગ્ન ની તારીખ થી લઈને અભિનેત્રી ના બોયફ્રેંડ ના નામ સુધીની દરેક બાબત વિષે જણાવ્યુ છે. ‘ ડીએનએ ઈન્ડિયા ‘ એ ઇલિયાના ડીક્રુઝે મિસ્ટ્રી મેન ની ઓળખણ નો ખુલાસો કર્યો અને એ પણ જણાવ્યુ કે ક્યારે તે અને અભિનેત્રી લગ્ન ના બંધનમાં બંધાયા હતા
. ડીએનએ ઈન્ડિયા ના દ્વારા મળેલી વેડિંગ રજીસ્ટ્રી ડિટેલ્સ અનુસાર નવી માતા ઇલિયાના પોતાની પ્રેગ્નેન્સી ની જાહેરાત કર્યાના 4 સપ્તાહ પહેલા 13 મે 2023 ના રોજ માઈકલ ડોલન ની સાથે લગ્ન ના બંધનમાં બંધાઈ ગઈ છે. સૂત્રો એ એ પણ ખુલાસો કર્યો કે ભલે લગ્ન નું સ્થળ કે અન્ય માહિતી સામે આવી નથી પરંતુ તે સમય ની આસપાસ ઇલિયાના એ એક વેડિંગ વેનયુ થી વ્હાઇટ બ્રાઈડ ની ડ્રેસ ની પોતાની એક તસવીર શેર કરી હતી. જોકે ફોટોશૂટ ના પાછળની હકીકત પણ સ્પસ્ત નથી. માઈકલ ની વિષે વાત કરવામાં આવે તો સૂત્રો એ દાવા કર્યો છે કે અભિનેત્રી એ બોયફ્રેંડ ની વિષે આ બાબતને લઈને વધારે જાણકારી આપી નથી કે તે અને ઇલિયાના ગયા વર્ષ થી સાથે છે.