ગાંધીનગર : કબુતર ને બચાવવા જતા માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો ! પટેલ પરીવાર મા દુખ નુ મોજુ ફરી વળીયું
હાલમાં જ ગાંધીનગરમાં એક એવી દુઃખદ ઘટના બની કે જાણીને તમારૂ કાળજું કંપી જશે. કબુતર ને બચાવવા જતા માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો ! પટેલ પરીવાર મા દુખ નુ મોજુ ફરી વળ્યું છે. આ ઘટના દરેક માતા પિતાઓ માટે ચેતવણી સમાન છે. આ બનાવ અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.
આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે ગાંધીનગરના સરગાસણ ટીપી – 9 ની નિલકંઠ સોસાયટીની લિફ્ટની ખાલી જગ્યામાં ફસાયેલા કબૂતરનો જીવ બચાવવાના પ્રયાસમાં ધોરણ – 8 માં અભ્યાસ કરતો 13 વર્ષીય કિશોરનું ડકટમાંથી નીચે પટકાતા દુઃખદ નિધન થયું.
આ દુઃખદ બનાવના કારણે પરિવાર પર આભ તૂટી પડયું છે. આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો નિરવ સોસાયટીમાં નીચે મિત્રો સાથે રમવા માટે જતો હતો. એ વખતે ચોથા માળેથી ઉતરતી વેળાએ કોઈ અવાજ આવી રહ્યો હતો. તેથી તે પાંચમા માળે ગયો હતો. જ્યાં લિફ્ટની ડકટમાં કબૂતર ફસાયેલું હતું અને તરફડિયાં મારી રહ્યું છે.
કબૂતરને બચાવવા માટે તે લિફ્ટની બાજુની બારીમાં લાગેલી સિમેન શીટ પર પગ મૂકતાં જ નિરવ લીફ્ટની ડક્ટમાં નીચે પટકાયો હતો અને ગંભીર ઈજાઓ થવાથી નિરવનું અકાળે અવસાન થયું હતું. વિષ્યમાં આવી દુર્ઘટના સર્જાય નહીં એ માટે દરેક માં બાપે બાળકનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!